ડુંગળીની બજારમાં ભાવમાં મિશ્ર માહોલ છે. નવી ડુંગળીમાં મહુવામાં મણે રૂ. 25થી 30નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં મોટી મુવમેન્ટ દેખાતી નથી, પરંતુ જેમ-જેમ આવક વધશે તેમ બજારમાં ફેરફાર જોવા મળી શકે છે.
લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 04/01/2023 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 13000 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 100થી 300 સુધીના બોલાયા હતાં. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 57537 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 90થી 320 સુધીના બોલાયા હતાં.
ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 37933 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 100થી 329 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 50000 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 66થી 301 સુધીના બોલાયા હતાં.
સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 04/01/2023 ને બુધવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના 10912 કટ્ટાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 153થી 266 સુધીના બોલાયા હતાં.
ડુંગળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 04/01/2023 ને બુધવારના રોજ લાલ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ દાહોદ અને વડોદરા માર્કેટ યાર્ડમાં રૂ. 400 સુધીનો બોલાયો હતો અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો બજાર ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 266 સુધીનો બોલાયો હતો.
લાલ ડુંગળીના બજાર ભાવ (Lal Dungali Bajar Bhav / Red Onion Prices):
તા. 04/01/2023, બુધવારના લાલ ડુંગળીના બજાર ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 100 | 300 |
મહુવા | 90 | 320 |
ભાવનગર | 100 | 329 |
ગોંડલ | 66 | 301 |
જેતપુર | 101 | 251 |
વિસાવદર | 42 | 186 |
તળાજા | 102 | 260 |
ધોરાજી | 60 | 261 |
અમરેલી | 100 | 280 |
મોરબી | 100 | 300 |
અમદાવાદ | 120 | 320 |
દાહોદ | 200 | 400 |
વડોદરા | 160 | 400 |
સફેદ ડુંગળીના બજાર ભાવ (Safed Dungali Bajar Bhav / White Onion Prices):
તા. 04/01/2023, બુધવારના સફેદ ડુંગળીના બજાર ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
ભાવનગર | 222 | 247 |
મહુવા | 153 | 266 |
ગોંડલ | 111 | 241 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.