જીરૂના ભાવનો સૌથી મોટો સર્વે, આજનો ઉંચો ભાવ રૂ. 12600; જાણો આજના (તા. 11/09/2023 ના) જીરુંના બજાર ભાવ

મોટાભાગના ખેડૂતોનો સ્વભાવ છે કે ભાવ વધતા રહે ત્યાં સુધી ખેડૂત વેચતો નથી કારણ કે ખેડૂતોને વધુ ભાવ મળવાની આશા હોય છે પણ જ્યારે ભાવ તૂટે ત્યારે ખેડૂત ગભરાટમાં જેટલુ ઉગ્યું તે બધુ જ એક સાથે વેચી નાખે એટલે માર્કેટ યાર્ડોમાં રાખવાની જગ્યા ન હોય તેટલા મોટા ઢગલા થવા લાગે છે. ઢગલા જોઇને રાતોરાત ભાવ પાણી-પાણી થઇ જાય છે.

જીરૂની નવી સીઝનમાં આવું થવાનું છે પણ ખેડૂતો ભાવ તૂટે ત્યારે ગભરાટ ન રાખે અને હિંમત રાખીને જો ત્રણ કે ચાર તબક્કામા જીરું વેચશે તો દરેક ખેડૂતોને જીરૂના ભાવ મળશે પણ જો ખેડૂત હિંમત હારી ગયો અને ગભરાટમાં આવીને જેટલું ઉગ્યું તે બધું જ જીરૂ એક સાથે વેચી નાખશે તો જીરૂના ભાવ રાતોરાત પાણી- પાણી થઇ જશે.

આ પણ વાંચો: નવા કપાસના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (તા. 11/09/2023 ના) કપાસના બજાર ભાવ

જીરૂના ભાવ મણના 13,100થી 13,200 રૂપિયા મણના હતા તેમાં વાવેતર વધશે તેવી માત્ર વાતોથી 2000 રૂપિયા તૂટી ગયા. અત્યારે જીરૂના ભાવ મણના 10,500થી 11,200  રૂપિયા બોલાય છે. જીરૂના વાવેતરના આંકડા જેમ જેમ આવશે તેમ તેમ ભાવ તૂટતાં જશે. ભાવ તૂટે ત્યારે ખેડૂતોમાં ગભરાટ વધે અને જલ્દી વેચી નાખીએ તેની ઉતાવળ જાગે તે સ્વભાવિક છે. 2300થી 2500 રૂપિયે વર્ષોથી વેચાતા જીરૂના ભાવ 13,200 રૂપિયા થાય એટલે સ્વભાવિક રીતે ઘટાડો પણ સડસડાટ આવવાનો છે. હજુ તો ખેતરમાં જીરૂ લહેરાતું હશે ત્યાં ભાવ તૂટવા લાગશે.

ખેડૂતોએ જીરૂના ભાવ 13,200 રૂપિયા જોયા હોય તેના ઘટીને 8000 રૂપિયા થાય, 7000 રૂપિયા થાય, 6000 રૂપિયા થાય એટલે રાતની ઊંઘ હરામ થઇ જાય અને ખેતરમાં જે જીરૂ પાકીને તૈંયાર થાય એટલે ખેડૂત જેટલું ઉગ્યું તે બધું લઇને જીરૂ વેચવા દોડે. આવું વર્ષોથી થાય છે પણ જીરૂના ખેડૂતોએ આ વર્ષે હિંમત રાખવી પડશે. જીરૂના ભાવ ઘટશે પણ જેટલું ઉગાડયું હોય તેનું માત્ર 15થી 20 ટકાથી માંડીને વધુમાં વધુ 25થી 30 ટકા જરૂર વેચજો. ચાલુ વર્ષે જેને જીરૂ વેચ્યું નહીં અને સાચવી રાખ્યું તેને સારા ભાવ મળ્યા પણ નવી સીઝનમાં આવું નહી થાય.

ચાલુ વર્ષે જીરૂના પાક પર માર્ચ મહિનામાં રાજસ્થાનમાં માવઠા પડયા અને જીરૂના પાક સાવ ધોવાઇ ગયો એટલે ખેડૂતોને જીરૂના આટલા ઊંચા ભાવ મળ્યા છે જો નવી સીઝનમાં જીરૂનો પાક બગડશે તો જ ખેડૂતોને જીરૂના આટલા ઊચા ભાવ મળશે પણ કુદરત શું કરશે? તે કોઇને ખબર હોતી નથી આથી નવી સીઝનમાં પણ જીરૂ સાચવી રાખશો તો ભાવ મણના 10,000થી 12,000 રૂપિયા મળશે તેવું માનીને જીરૂ વેચશો નહીં તો પસ્તાવાનો વારો આવશે. ન કરે નારાયણ ને વાતાવરણ સારૂ રહે અને જીરૂ મબલખ પાકે તો પાણીના ભાવે જીરૂ વેચવાનો વખત આવી શકે છે.

આ પણ વાંચો: ખેડુતો માટે રાહતના સમાચાર; ચોમાસું થશે ફરી સક્રિય, આ તારીખથી ગુજરાત જળબંબાકાર

જીરુંના બજાર ભાવની વાત કરીએ તો, તા. 09/09/2023, શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 8600થી રૂ. 10200 સુધીના બોલાયા હતા. જ્યારે ઉંઝા માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 10000થી રૂ. 12300 સુધીના બોલાયા હતા. તેમજ હારીજના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 10750થી રૂ. 12300 સુધીના બોલાયા હતા.

થરા માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 8500થી રૂ. 11800 સુધીના બોલાયા હતા. જ્યારે રાધનપુર માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 10200થી રૂ. 11800 સુધીના બોલાયા હતા. તેમજ વીરમગામના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 8900થી રૂ. 8901 સુધીના બોલાયા હતા. વારાહી માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 11500થી રૂ. 12051 સુધીના બોલાયા હતા.

જીરુંના બજાર ભાવ:

તા. 09/09/2023, શનિવારના જીરુંના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
મહુવા 8600 10200
ઉંઝા 10000 12600
હારીજ 10750 12300
થરા 8500 11800
રાધનપુર 10200 11800
વીરમગામ 8900 8901
વારાહી 11500 12051

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Vicky

Recent Posts

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના ગોંડલના ભાવ

ગોંડલ Gondal Apmc Rate 07-09-2024 ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

9 hours ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 4,400 રૂપિયાનો જોરદાર ઘટાડો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

11 hours ago

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના રાજકોટના ભાવ

રાજકોટ Rajkot Apmc Rate 07-09-2024 રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

14 hours ago

ચણાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (07-09-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 07-09-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

15 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (07-09-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 07-09-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

15 hours ago

ધાણાના ભાવમાં સ્થિરતાનો દોર યથાવત્; જાણો આજના (07-09-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 07-09-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ જેતપુર માર્કેટ યાર્ડમાં…

16 hours ago