જીરૂના ભાવનો સૌથી મોટો સર્વે, આજનો ઉંચો ભાવ રૂ. 12301; જાણો આજના (તા. 12/09/2023 ના) જીરુંના બજાર ભાવ

મોટાભાગના ખેડૂતોનો સ્વભાવ છે કે ભાવ વધતા રહે ત્યાં સુધી ખેડૂત વેચતો નથી કારણ કે ખેડૂતોને વધુ ભાવ મળવાની આશા હોય છે પણ જ્યારે ભાવ તૂટે ત્યારે ખેડૂત ગભરાટમાં જેટલુ ઉગ્યું તે બધુ જ એક સાથે વેચી નાખે એટલે માર્કેટ યાર્ડોમાં રાખવાની જગ્યા ન હોય તેટલા મોટા ઢગલા થવા લાગે છે. ઢગલા જોઇને રાતોરાત ભાવ પાણી-પાણી થઇ જાય છે.

જીરૂની નવી સીઝનમાં આવું થવાનું છે પણ ખેડૂતો ભાવ તૂટે ત્યારે ગભરાટ ન રાખે અને હિંમત રાખીને જો ત્રણ કે ચાર તબક્કામા જીરું વેચશે તો દરેક ખેડૂતોને જીરૂના ભાવ મળશે પણ જો ખેડૂત હિંમત હારી ગયો અને ગભરાટમાં આવીને જેટલું ઉગ્યું તે બધું જ જીરૂ એક સાથે વેચી નાખશે તો જીરૂના ભાવ રાતોરાત પાણી- પાણી થઇ જશે.

આ પણ વાંચો: નવા કપાસના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (તા. 12/09/2023 ના) કપાસના બજાર ભાવ

જીરૂના ભાવ મણના 13,100થી 13,200 રૂપિયા મણના હતા તેમાં વાવેતર વધશે તેવી માત્ર વાતોથી 2000 રૂપિયા તૂટી ગયા. અત્યારે જીરૂના ભાવ મણના 10,500થી 11,200  રૂપિયા બોલાય છે. જીરૂના વાવેતરના આંકડા જેમ જેમ આવશે તેમ તેમ ભાવ તૂટતાં જશે. ભાવ તૂટે ત્યારે ખેડૂતોમાં ગભરાટ વધે અને જલ્દી વેચી નાખીએ તેની ઉતાવળ જાગે તે સ્વભાવિક છે. 2300થી 2500 રૂપિયે વર્ષોથી વેચાતા જીરૂના ભાવ 13,200 રૂપિયા થાય એટલે સ્વભાવિક રીતે ઘટાડો પણ સડસડાટ આવવાનો છે. હજુ તો ખેતરમાં જીરૂ લહેરાતું હશે ત્યાં ભાવ તૂટવા લાગશે.

ખેડૂતોએ જીરૂના ભાવ 13,200 રૂપિયા જોયા હોય તેના ઘટીને 8000 રૂપિયા થાય, 7000 રૂપિયા થાય, 6000 રૂપિયા થાય એટલે રાતની ઊંઘ હરામ થઇ જાય અને ખેતરમાં જે જીરૂ પાકીને તૈંયાર થાય એટલે ખેડૂત જેટલું ઉગ્યું તે બધું લઇને જીરૂ વેચવા દોડે. આવું વર્ષોથી થાય છે પણ જીરૂના ખેડૂતોએ આ વર્ષે હિંમત રાખવી પડશે. જીરૂના ભાવ ઘટશે પણ જેટલું ઉગાડયું હોય તેનું માત્ર 15થી 20 ટકાથી માંડીને વધુમાં વધુ 25થી 30 ટકા જરૂર વેચજો. ચાલુ વર્ષે જેને જીરૂ વેચ્યું નહીં અને સાચવી રાખ્યું તેને સારા ભાવ મળ્યા પણ નવી સીઝનમાં આવું નહી થાય.

ચાલુ વર્ષે જીરૂના પાક પર માર્ચ મહિનામાં રાજસ્થાનમાં માવઠા પડયા અને જીરૂના પાક સાવ ધોવાઇ ગયો એટલે ખેડૂતોને જીરૂના આટલા ઊંચા ભાવ મળ્યા છે જો નવી સીઝનમાં જીરૂનો પાક બગડશે તો જ ખેડૂતોને જીરૂના આટલા ઊચા ભાવ મળશે પણ કુદરત શું કરશે? તે કોઇને ખબર હોતી નથી આથી નવી સીઝનમાં પણ જીરૂ સાચવી રાખશો તો ભાવ મણના 10,000થી 12,000 રૂપિયા મળશે તેવું માનીને જીરૂ વેચશો નહીં તો પસ્તાવાનો વારો આવશે. ન કરે નારાયણ ને વાતાવરણ સારૂ રહે અને જીરૂ મબલખ પાકે તો પાણીના ભાવે જીરૂ વેચવાનો વખત આવી શકે છે.

આ પણ વાંચો: ખેડુતો માટે રાહતના સમાચાર; ચોમાસું થશે ફરી સક્રિય, આ તારીખથી ગુજરાત જળબંબાકાર

જીરુંના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 11/09/2023, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 10000થી રૂ. 11900 સુધીના બોલાયા હતા. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 9025થી રૂ. 11701 સુધીના બોલાયા હતા. તેમજ જામજોધપુરના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 9000થી રૂ. 11701 સુધીના બોલાયા હતા.

પોરબંદર માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 10700થી રૂ. 10701 સુધીના બોલાયા હતા. જ્યારે જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 9500થી રૂ. 10950 સુધીના બોલાયા હતા. તેમજ ધ્રોલના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 8100થી રૂ. 11240 સુધીના બોલાયા હતા.

માંડલ માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 9501થી રૂ. 11500 સુધીના બોલાયા હતા. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 10550થી રૂ. 11765 સુધીના બોલાયા હતા. તેમજ ઉંઝાના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 10325થી રૂ. 12200 સુધીના બોલાયા હતા.

હારીજ માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 10360થી રૂ. 11600 સુધીના બોલાયા હતા. જ્યારે રાધનપુર માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 10100થી રૂ. 11501 સુધીના બોલાયા હતા. તેમજ સમીના માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 8000થી રૂ. 11300 સુધીના બોલાયા હતા. વારાહી માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ રૂ. 10300થી રૂ. 12301 સુધીના બોલાયા હતા.

જીરુંના બજાર ભાવ:

તા. 11/09/2023, સોમવારના જીરુંના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 10000 11900
બોટાદ 9025 11630
જામજોધપુર 9000 11701
પોરબંદર 10700 10701
જામખંભાળિયા 9500 10950
ધ્રોલ 8100 11240
માંડલ 9501 11500
હળવદ 10550 11765
ઉંઝા 10325 12200
હારીજ 10360 11600
રાધનપુર 10100 11501
સમી 8000 11300
વારાહી 10300 12301

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Vicky

Recent Posts

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (04-09-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 04-09-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ જામનગર માર્કેટ યાર્ડમાં…

29 mins ago

ધાણાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (04-09-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 04-09-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ વિસાવદર માર્કેટ યાર્ડમાં…

2 hours ago

મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (04-09-2024 ના) મગફળીના બજાર ભાવ

જાડી મગફળી Magfali Price 04-09-2024 જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024,…

2 hours ago

ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (04-09-2024 ના) ડુંગળીના બજાર ભાવ

ડુંગળીની બજારમાં મજબૂતાઈનો માહોલ યથાવત છે અને ભાવ આજે સારી ક્વોલિટીમાં રૂ.20થી 30 વધ્યાં હતા.…

3 hours ago

તુવેર/સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (04-09-2024 ના) તુવેર અને સોયાબીનના બજાર ભાવ

તુવેર 04-09-2024 તુવેરના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં તુવેરના બજાર…

4 hours ago

એરંડાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (04-09-2024 ના) એરંડાના બજાર ભાવ

એરંડા Eranda Price 04-09-2024 એરંડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

5 hours ago