દિવાળી પહેલા હવે બજારો બે-ચાર દિવસ ચાલુ રહેવાના છે, પંરતુ સીંગતેલની બજારો ઘટતા અને મગફળીની આવકો સોમવારે- મંગળવારે સારી થઈ હોવાથી મગફળીનાં ભાવમાં સરેરાશ મણે રૂ.10થી 15નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ખાદ્યતેલની બજાર ઉપર જ મગફળીની બજારનો આધાર રહેલો છે.
મગફળીનાં વેપારીઓ કહે છે કે, સારા માલનાં ભાવ ટકેલા રહ્યાં હતાં, પંરતુ મિડીયમ ક્વોલિટીની મગફળીમાં મણે રૂ. 10થી 20 સુધીનો ઘટાડો હતો. સરેરાશ રૂ.૧૫ તો ઘટ્યાં જ હતા. બજારમાં આગામી દિવસોમાં ઓઈલ મિલો અને દાણવાળાની લેવાલી કેવી રહે છે તેનાં પર બજારનો આધાર રહેલો છે. દાણાનાં ભાવ પણ ટને રૂ. 1000થી વધુ ઘટ્યાં હતાં અને હજી બીજા આટલા ઘટી શકે છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 18/10/2022 ને મંગળવારના મહુવા માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 9499 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 860થી 1470 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 28994 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1361 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 18/10/2022 ને મંગળવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 54040 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1051થી 1421 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 20975 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1711 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 18/10/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 1470 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1796 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 18/10/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1015 | 1330 |
અમરેલી | 880 | 1329 |
કોડીનાર | 1026 | 1178 |
સાવરકુંડલા | 950 | 1361 |
જેતપુર | 861 | 1325 |
પોરબંદર | 1110 | 1160 |
વિસાવદર | 893 | 1461 |
મહુવા | 860 | 1470 |
ગોંડલ | 800 | 1361 |
કાલાવડ | 1050 | 1260 |
જુનાગઢ | 900 | 1256 |
જામજોધપુર | 1000 | 1280 |
ભાવનગર | 1191 | 1306 |
માણાવદર | 1325 | 1326 |
તળાજા | 800 | 1360 |
જામનગર | 900 | 1255 |
ભેસાણ | 900 | 1220 |
સલાલ | 1100 | 1420 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 18/10/2022 મંગળવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1008 | 1320 |
અમરેલી | 976 | 1277 |
કોડીનાર | 1072 | 1328 |
સાવરકુંડલા | 975 | 1271 |
જસદણ | 1000 | 1380 |
મહુવા | 1011 | 1311 |
ગોંડલ | 875 | 1376 |
કાલાવડ | 1150 | 1470 |
જુનાગઢ | 1000 | 1475 |
જામજોધપુર | 1000 | 1441 |
ઉપલેટા | 1000 | 1240 |
ધોરાજી | 841 | 1236 |
વાંકાનેર | 1000 | 1440 |
જેતપુર | 850 | 1601 |
તળાજા | 1100 | 1501 |
ભાવનગર | 1000 | 1796 |
રાજુલા | 925 | 1231 |
મોરબી | 950 | 1418 |
જામનગર | 1000 | 1695 |
બાબરા | 1038 | 1212 |
ધારી | 1000 | 1240 |
ખંભાળિયા | 1000 | 1501 |
લાલપુર | 900 | 1170 |
ધ્રોલ | 1090 | 1340 |
હિંમતનગર | 1000 | 1711 |
પાલનપુર | 1100 | 1568 |
તલોદ | 1200 | 1605 |
મોડાસા | 1000 | 1561 |
ડિસા | 1051 | 1421 |
ટિંટોઇ | 1000 | 1561 |
ઇડર | 1150 | 1526 |
ધનસૂરા | 900 | 1250 |
ધાનેરા | 1070 | 1350 |
ભીલડી | 1050 | 1325 |
દીયોદર | 1100 | 1320 |
શિહોરી | 1120 | 1405 |
ઇકબાલગઢ | 1100 | 1460 |
સતલાસણા | 1100 | 1330 |
લાખાણી | 1100 | 1301 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.