ખેડુત સમાચાર

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ; નવરાત્રીના વરસાદની આગાહી, ખેલૈયાઓ સાથે વરસાદ પણ ‘રમઝટ’ બોલાવશે

બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસર થતાં ગુજરાતમાં હવામાન વિભાગે 4 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદના વરતારા કર્યા છે.

અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા સેવાઇ છે. 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.

અંબાલાલે વધુમાં જણાવ્યું કે, 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. 23થી 25 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.

બીજી બાજુ હવામાન વિભાગની હાલની આગાહી મુજબ નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, દમણ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Vicky

Recent Posts

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના ગોંડલના ભાવ

ગોંડલ Gondal Apmc Rate 07-09-2024 ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

9 hours ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 4,400 રૂપિયાનો જોરદાર ઘટાડો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

11 hours ago

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના રાજકોટના ભાવ

રાજકોટ Rajkot Apmc Rate 07-09-2024 રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

13 hours ago

ચણાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (07-09-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 07-09-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

15 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (07-09-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 07-09-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

15 hours ago

ધાણાના ભાવમાં સ્થિરતાનો દોર યથાવત્; જાણો આજના (07-09-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 07-09-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ જેતપુર માર્કેટ યાર્ડમાં…

16 hours ago