ખેડુત સમાચાર

અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 22 જૂન સુધીની આગાહી, ગુજરાતમાં કેવો વરસાદ પડશે?

Ashokbhai Patel Forecast: દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પૂર્વ પાંખ 20 જુન સુધીમાં દેશના ઘણા રાજ્યોમાં આગળ ચાલશે. જયારે 22મી જુન સુધીમાં પશ્ચિમી પાંખ કોસ્ટલ સૌરાષ્ટ્રને આવરી લે તેવી શક્યતા છે.

જ્યારે પ્રિ-મોન્સુન એકટીવીટી ચાલુ જ રહેશે. વિસ્તાર અને માત્રામાં વધારો થશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

અશોકભાઈ પટેલે જણાવ્યું કે, નૈઋત્યનું ચોમાસુ આગામી 4-5 દીવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસાને વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

Ashokbhai Patel Forecast: વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તા. 15 થી 22 જૂન સુધીની આગાહી કરતા જણાવેલ કે, હવે નોર્મલ મહત્તમ તાપમાન 38 ડીગ્રીથી 40 ડીગ્રીની રેન્જ ગણાય.

આગાહી સમયમાં ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાન રેન્જ 38 ડીગ્રીથી 41 ડીગ્રીમાં રહેવાની શક્યતા છે. મતલબ કે આગાહી સમયગાળા દરમિયાન તાપમાનમાં નોર્મલ ગરમી રહેશે. આગાહી સમયમાં છુટા છવાયા વાદળ થવાની શક્યતા છે તેમજ વધઘટ વાદળ આધારિત તાપમાનમાં વધઘટ થશે.

આગાહી સમયમાં પવન મુખ્યત્વે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમી ચોમાસાની પૂર્વ પાંખ 20 જૂન સુધીમાં ઘણા રાજ્યો પર આગળ ચાલશે જયારે 22 જૂનના આગાહી સમય દરમિયાન પશ્ચિમ પાંખ કોસ્ટલ સૌરાષ્ટ્રને આવરી લેવાની શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

દક્ષિણ ગુજરાતના દક્ષિણ ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસી ગયું છે. ગુજરાત રાજ્યના બાકી ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે જેમાં વિસ્તાર અને માત્રા વધશે. કોસ્ટલ સૌરાષ્ટ્ર પર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગાહી સમયમાં બેસે તેવી શક્યતા છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

Vicky

Recent Posts

પેન્શનને લઈને સરકારની નવી માર્ગદર્શિકા, જાણો હવે પેન્શન કેવી રીતે વહેંચવામાં આવશે?

કૌટુંબિક પેન્શન: ભારત સરકારના પેન્શન વિભાગના નિયમો અનુસાર, વિધવા અને વિધુર એ પત્ની અથવા પતિને…

2 hours ago

ટિકિટનું બ્લેક માર્કેટિંગ કે વધુ કેન્સલેશન? રેલવેએ જણાવ્યું કે ટ્રેનોમાં રિઝર્વેશનના નિયમો કેમ બદલાયા

Railway reservation rules 2024: રેલ્વે મંત્રાલયનો આ નિર્ણય પહેલાથી જ બુક કરાયેલી ટિકિટોના ઉચ્ચ કેન્સલેશન…

2 hours ago

આધાર અપડેટ કરવાનું સરળ બન્યું, સરકારે આ સ્થળોએ પણ આધારની આ સુવિધા કરી શરૂ…

પોસ્ટ ઓફિસ આધાર અપડેટ સેન્ટર: ઈન્ડિયા પોસ્ટ અનુસાર, લોકોને આધાર સંબંધિત સેવાઓ પૂરી પાડવા માટે…

3 hours ago

Bank Working Timing: બેંક ખુલવાનો સમય બદલાશે, દર શનિવારે રજા રહેશે; નવો નિયમ ક્યારે અમલમાં આવશે?

બેંક સમયઃ જો સરકાર બેંકોમાં પાંચ દિવસ કામ કરવાની મંજૂરી આપે છે, તો બેંકો ખોલવાનો…

3 hours ago

ચણાના ભાવમાં થયો મોટો વધારો, જાણો આજના (22-10-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 22-10-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 21-10-2024, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ચણાના…

7 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (22-10-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 22-10-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 21-10-2024, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં રાયડાના…

7 hours ago