અશોકભાઈ પટેલની મોટી આગાહી/ આજથી 10 ઓગષ્ટ સુધી કેવું વાતાવરણ રહેશે?

આગામી 10મી ઓગષ્ટ સુધી સૌરાષ્ટ્ર – કચ્છમાં ભારે વરસાદની શકયતા નથી. જયારે દક્ષિણ ગુજરાતમાં કોઈ કોઈ દિવસે મધ્યમથી ભારે વરસાદ પડી જાય તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું.

તેઓએ જણાવેલ કે ગત સપ્તાહમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ વરસાદ 14થી 24 મી.મી. પડ્યો હતો. તેની સામે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 149 મી.મી. વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાત 61 મી.મી. અને નોર્થ ગુજરાતમાં 37 મી.મી. વરસાદ થયો હતો.

આ પણ વાંચો: ફરી વરસાદનું જોર વધશે; આવતી કાલથી આ જિલ્લામાં થશે ભારે વરસાદ

હાલની પરિસ્થિતિ મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર થયુ હતું. જે પશ્ચિમ બંગાળ ઉપર ડિપડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. આવતા દિવસોમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ઝારખંડ અને મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ બોર્ડર તરફ ગતિ કરશે અને ઉત્તરોત્તર નબળુ પડતુ જશે. બે દિવસમાં આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની જશે.

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી મોટી આગાહી; આ તારીખે ફરી વરસાદના વધામણાં

આગાહી સમયમાં ફાયદો નુકશાન કરતાં પરિબળો આ મુજબ છે. (1) હાલનું પશ્ચિમ બંગાળ પરનું ડિપ્રેશન ક્રમશઃ આગળ વધશે અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે.

(2) આવતા દિવસોમાં તેના અનુસંગિક 3.1 નું અપરએર સાયકલોનીક સરકયુલેશનનું બહોળું સરક્યુલેશન સિસ્ટમથી રાજસ્થાન સુધી લંબાશે.

(3) 3.1 કિ.મી.ના લેવલમાં ગુજરાત ઉપર ભેજ ઓછુ રહેશે.

(4) સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ ઉપર અરબી સમુદ્રના પવનો ફુલ સ્પીડમાં ફૂંકાશે. દિવસના અમુક સમય તેની સ્પીડ 25થી 35 કિ.મી.ની રહેશે.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ હતું કે તા. 3થી 10 ઓગષ્ટ સુધીની આગાહીમાં અરબી સમુદ્રના ભેજયુકત પવનો 1.5 કિ.મી. અને તેની નીચેના લેવલમાં ફુલ સ્પીડથી ફૂંકાતા હોય છુટાછવાયા ઝાપટા, હળવા વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદની શકયતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં બાકીના સૌરાષ્ટ્રમાં વધુ માત્રામાં રહેશે. આગાહી સમયમાં પાવ માહોલ રહેશે એટલે કે વરાપ અને રેડા ઝાપટા બન્ને મિક્સ રહેશે.

ગુજરાત રીજનમાં અરબી સમુદ્રના ભેજયુકત પવનો ગુજરાત ઉપરથી પસાર થશે. સામાન્ય ધૂપછાંવ માહોલ રહેશે. જેના લીધે છુટાછવાયા ઝાપટા કે હળવો મધ્યમ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને તેની નજીકના વિસ્તારમાં અમુક દિવસે હળવો, મધ્યમ કે ભારે વરસાદ અને કોઈ કોઈ દિવસે સિમિત વિસ્તારોમાં વધુ ભારે વરસાદ પડશે.

Vicky

Recent Posts

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના ગોંડલના ભાવ

ગોંડલ Gondal Apmc Rate 07-09-2024 ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

12 hours ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 4,400 રૂપિયાનો જોરદાર ઘટાડો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

14 hours ago

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના રાજકોટના ભાવ

રાજકોટ Rajkot Apmc Rate 07-09-2024 રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

17 hours ago

ચણાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (07-09-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 07-09-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

18 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (07-09-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 07-09-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

19 hours ago

ધાણાના ભાવમાં સ્થિરતાનો દોર યથાવત્; જાણો આજના (07-09-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 07-09-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ જેતપુર માર્કેટ યાર્ડમાં…

20 hours ago