ખેડુત સમાચાર

ભડલી વાક્યો અને નક્ષત્રો પરથી 50થી વધુ નિષ્ણાંતોની વરસાદને લઈને મોટી આગાહી

Big rain forecast: આગામી ચોમાસાને લઈ સૌ કોઈ મૂંઝવણમાં છે. આ વર્ષે વરસાદ કેટલો થશે, જેનો વરતારો આપવા ગુજરાતભરમાંથી 50થી વધુ આગાહીકારોએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાનમંડળની બેઠકમાં ભાગ લીધો હતો.

આ બેઠકમાં આગાહીકારોએ પોતાની કોઠાસૂઝ અને વિજ્ઞાન પદ્ધતિને આધારે વરસાદની શક્યતા દર્શાવી હતી, જેમાં આ વર્ષનું ચોમાસું લાંબું અને બારથી ચૌદ આની વર્ષ રહેવાનું જણાવ્યું હતું.

આપણે ત્યાં ખાસ કરીને ખેડૂતો અને કૃષિને લગતાં વ્યવસાયીકો ચોમાસાની રૂખ જાણવા માટે આતુર હોય છે. ચોમાસું વરસાદની પેટર્ન સાનુકૂળ હોય તો પીવા વાપરવા સહિત સિંચાઇ પાણીની પુરતી ઉપલબ્ધીને કારણે દરેક વ્યવસાયમાં રોનક છવાઇ જતી હોય છે.

12થી 14 આની વરસાદ વરસવાની શક્યતા

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા આગાહીકારો વનસ્પતિ, પક્ષીઓની ચેષ્ઠા, અખાત્રીજનો પવન, હોળીની ઝાળ, ટિટોડીનાં ઈંડાં, આંબા, લીંબોળી, લીમડા અને અન્ય ઝાડ પર આવેલા ફાલ પરથી વરસાદનું હનુમાન લગાવતા હોય છે.

આ વર્ષે આકાશમાં જે ગર્ભ બંધાઈ છે, એને લઈને પણ કોઠાસૂઝ મુજબ આગાહીકારો દ્વારા આ વર્ષે આગાહી કરવામાં આવી હતી, જેમાં વર્ષે 12થી 14 આની વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને આ વર્ષનું લાંબું રહેશે એવું પણ કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

Big rain forecast: 35 વર્ષથી આગાહી કરતા આગાહીકાર મોહનભાઈ દલસાણિયાએ જણાવ્યું હતું કે, હું આ વરસાદ મંડળમાં પહેલેથી જ જોડાયેલો છું. મારા વડવાઓ મને કહેતા કે આંબામાં મોર આવ્યા હોય એના પરથી વરસાદ કેવો થશે એ નક્કી કરી શકાય છે. આજે કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષામંડળની બેઠક યોજાય છે અને ગુજરાતભરના આગાહીકારો અહીં વરસાદનો વરતારો આપવા માટે આવે છે.

ગુજરાતભરમાંથી આવતા આગાહીકારો દરિયાની ભડલી વાક્ય, જ્યોતિષ, પક્ષીની ચેષ્ઠા, વનસ્પતિ, આકાશી ગર્ભ અને ભડલી વાક્યો, નક્ષત્રો પરથી જુદી જુદી રીતે વરસાદનો વરતારો કરતા હોય છે. વર્ષમાં એકવાર કૃષિ યુનિવર્સિટી ખાતે સૌ આગાહીકારો એકઠા થાય છે અને અલગ અલગ પદ્ધતિથી પોતાની કોઠાસૂઝથી વરસાદની આગાહી કરતા હોય છે.

વરસાદના સંકેત કેવી રીતે મળે છે?

આકાશમાં ગર્ભ કેવા બંધાય છે? જંગલમાં આ વર્ષે વનસ્પતિ કેવી હતી? જેમાં જંગલમાં ઊગેલા કેરડા, બોરડી, લીમડા જે કુદરતી રીતે ઊગતા હોય છે, કારણ કે જંગલમાં તેને કોઈ પાણી પૂરું પાડતું નથી અને આ કુદરતી રીતે ઊગેલા ઝાડ વરસાદના સંકેતો આપે છે. આ વર્ષે બોરડીમાં બોર, લીંબડીમાં લીંબોળી ખૂબ આવી હતી, જેને કારણે વરસાદ વધુ થવાની શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

તેમજ કારતક મહિનાની અગિયારસ પછી આકાશમાં જે ગર્ભ બંધાઈ છે એની નોંધ કરવામાં આવે છે. આ ગર્ભ 195 દિવસે વરસાદ રૂપે નીચે આવે છે અને જેનો ગર્ભ બંધાય તેનો જન્મ થાય છે. કુદરતી નિયમ પ્રમાણે પશુ-પક્ષીમાં પણ આ જ ગર્ભધારણ પ્રક્રિયા હોય છે.

જેઠથી આસો સુધી વરસાદ વરસશે

છેલ્લાં 40 વર્ષથી આગાહી કરતા કવલકા ગામના આગાહીકાર ભીમાભાઇ આડેદરાએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક અસરો જે ફળઝાડ ઉપર થાય છે તેમજ પક્ષીઓની બોલી, ઝાડ પર ફૂલ ફળ કેવાં આવે છે, એના પરથી આ વરતારો કરવામાં આવે છે.

હું છેલ્લાં 10થી 15 વર્ષથી અહીં આવું છું. આમ તો હું છેલ્લાં 40 વર્ષથી વરસાદનું અનુમાન કરું છું. અહીં કૃષિ યુનિવર્સિટીમાં છેલ્લાં દસ વર્ષથી મને બોલાવવામાં આવે છે. આ વર્ષની 2024ની વર્ષાઋતુનું એવું અનુમાન છે કે આ વર્ષે વરસાદ ખૂબ રહેશે. જેઠ મહિનાથી આસો મહિના સુધી વરસાદ સારો વરસશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે.

હાજર રહેલા આગાહીકાર માંથી મોટાભાગનાનો એક સુર હતો કે આ વર્ષનું ચોમાસું 6 મહિના જેટલું લંબાઇ શકે છે. આ વર્ષનું ચોમાસું જૂન મહિનાથી શરૂ થઇને તે છેક ઓક્ટોમ્બર સુધી ચાલશે. આ વર્ષે નવરાત્રીમાં પણ ભારે વરસાદ પડવાનાં યોગ છે.

જુના આગાહીકાર વંથલીનાં રમણિકભાઇ વામજાએ કહ્યું હતું કે, આ વખતનું ચોમાસું વરસાદ બાબતે ખેડૂતો માટે લાભકારી છે. 15, જૂનથી વાવણી લાયક વરસાદ શરૂ થઇ જશે. મગફળી, ચણા, ઘઉં, મરચાં જેવી લાલ જણસીનું ઉત્પાદન વધશે. આ વખતે તીડનું આક્રમણ પણ થવાની શક્યતા છે. ટુકમાં કહીએ તો આ વર્ષ ખેડૂતોનું છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

Vicky

Recent Posts

ધાણાના ભાવમાં થયો મોટો ઘટાડો; જાણો આજના (05-09-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 05-09-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 04-09-2024, બુધવારના  રોજ જેતપુર માર્કેટ યાર્ડમાં…

3 mins ago

મગફળીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (05-09-2024 ના) મગફળીના બજાર ભાવ

જાડી મગફળી Magfali Price 05-09-2024 જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 04-09-2024,…

1 hour ago

ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (05-09-2024 ના) ડુંગળીના બજાર ભાવ

ડુંગળીની બજારમાં મજબૂતાઈનો માહોલ યથાવત છે અને ભાવ આજે સારી ક્વોલિટીમાં રૂ.20થી 30 વધ્યાં હતા.…

2 hours ago

તુવેર/સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (05-09-2024 ના) તુવેર અને સોયાબીનના બજાર ભાવ

તુવેર 05-09-2024 તુવેરના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 04-09-2024, બુધવારના  રોજ જુનાગઢ માર્કેટ યાર્ડમાં તુવેરના બજાર…

3 hours ago

એરંડાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (05-09-2024 ના) એરંડાના બજાર ભાવ

એરંડા Eranda Price 05-09-2024 એરંડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 04-09-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

4 hours ago

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (05-09-2024 ના) કપાસના બજાર ભાવ

કપાસ Cotton Price 05-09-2024 કપાસના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 04-09-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

5 hours ago