સાવધાન: કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદની આગાહી, ક્યારે? ક્યાં ક્યાં જિલ્લામાં?

આગામી 8થી 10 દિવસમાં બધી બાજુ એક સારો સાર્વત્રિક વરસાદ આવી જાય તેવી શકયતા દેખાય છે તે મુજબ આગામી 10 દિવસ એટલે કે 23 જુનથી 3/4 જુલાઈ સુધીમાં બધી બાજુ સાર્વત્રિક વરસાદ થઈ જવાની સંભાવના છે.

ગુજરાતમાં આગામી 10 દિવસમાં અરબીસમુદ્રનું સાયકલોનીક સર્ક્યુલેશન, શીયરઝોન, ટ્રફ જેવા વિવિધ પરિબળો કારણે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે.

હાલ શરૂઆતના દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાજુ જોર વધુ રહેશે. સમય જતા જતા ઉત્તર ગુજરાત અને કચ્છ બાજુ પણ વરસાદનું જોર વધશે. આગામી 10 દિવસમાં અમુક અમુક દિવસે અમુક અમુક સીમીત વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા પણ રહેશે.

મુંબઈની આજુબાજુના દરિયામાં અપર લેવલ એર સર્ક્યુલેશનથી (UAC) રાજ્યમાં આજે ઠેર-ઠેર વરસાદી માહોલ બનશે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદના સંજોગો ઊભા થયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ સારો બનશે.

આવતી કાલથી 26 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વાપી અને દાદરા-નગર-હવેલીમાં ભારે વરસાદ વરસશે. બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસશે તેમ જણાવ્યું છે.

વલસાડમાં 24થી 26 જૂન સુધી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જેના પગલે નવસારીમાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. તો બીજી તરફ SDRFની એક-એક ટીમને સુરત અને ભરૂચમાં મુકવામાં આવી છે. આમ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓને જોતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગને અનુસરવું.

Vicky

Recent Posts

તલના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (04-09-2024 ના) તલના બજાર ભાવ

સફેદ તલ Tal Price 04-09-2024 સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024,…

8 hours ago

જીરૂના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (04-09-2024 ના) જીરુંના બજાર ભાવ

જીરૂ Jiru Price 04-09-2024 જીરૂના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

9 hours ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 1,000 રૂપિયાનો જોરદાર ઉછાળો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

11 hours ago

ચણાના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (04-09-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 04-09-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

13 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (04-09-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 04-09-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ જામનગર માર્કેટ યાર્ડમાં…

14 hours ago

ધાણાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (04-09-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 04-09-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ વિસાવદર માર્કેટ યાર્ડમાં…

15 hours ago