સાવધાન ગુજરાત: સિસ્ટમ વધુ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ, ગુજરાતમાં થશે જળબંબાકાર

બંગાળની ખાડીમાં રહેલી લૉ પ્રેશર સિસ્ટમ ગઈ કાલે સાંજે મજબૂત થઈને વેલમાર્ક લૉ પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ ગઇ છે. આ સિસ્ટમને સંલગ્ન UAC વાતાવરણમાં 7.6km ની ઉંચાઈ સુધી વિસ્તરેલ છે તથા ઉંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ દિશામાં ઢળે છે.

આ સિસ્ટમ હાલ બંગાળની ખાડીમાં દક્ષિણ ઓરિસ્સા અને ઉત્તર આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારમાં સ્થિત છે જે આગામી 48 કલાકમાં વધુ મજબૂત થઈ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ગતિ કરી ઓરિસ્સા તથા છત્તીસગઢના વિસ્તારો ઉપર છવાશે જ્યાંથી વધુ આગળ ગતિ કરી 9-10-11 ઓગષ્ટ દરમ્યાન પશ્ચિમ મધ્યપ્રદેશ અને લાગુ ગુજરાતના વિસ્તારો ઉપર આવશે.

આ સિસ્ટમની અસર હેઠળ 8 ઓગષ્ટથી જ ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો થતો જોવાશે. ટૂંકમાં લો પ્રેશર સિસ્ટમ 12 કલાકમાં જ મજબૂત બની છે. આ સાથે જ 9 ઓગસ્ટથી રાજ્યમાં અપર લેવલે સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય બનશે અને આ સિસ્ટમની અસરથી વરસાદમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળશે.

વરસાદનો મુખ્ય રાઉન્ડ 10 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ દરમિયાન રહેશે. ભારતીય હવામાન વિભાગના ચાર્ટ મુજબ 11 ઓગસ્ટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અત્યાર સુધીમાં 76.21% વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 647 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યના 34 જેટલા તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો 101 તાલુકામાં 20થી 40 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે 102 તાલુકામાં 10થી 20 ઈંચ સુધી વરસાદ ખાબક્યો. તો બીજી બાજુ રાજ્યના 14 તાલુકામાં 5થી 10 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Vicky

Recent Posts

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનામાં રૂ. 5,400નો જોરદાર વધારો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

13 hours ago

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના (20-05-2024 ના) ગોંડલના બજાર ભાવ

ગોંડલ Gondal Apmc Rate 20-05-2024 ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal APMC Market Yard) ના તા. 20-05-2024, સોમવારના બજાર…

14 hours ago

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના (20-05-2024 ના) રાજકોટના બજાર ભાવ

રાજકોટ Rajkot Apmc Rate 20-05-2024 રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot APMC Market Yard) ના તા. 20-05-2024, સોમવારના બજાર…

15 hours ago

ચોમાસા પહેલાં અંબાલાલ પટેલની ભયંકર આગાહી; ચોમાસા પહેલાં બે-બે વાવાઝોડાંની આગાહી

અંબાલાલ પટેલ: ચોમાસાના આગમનની તારીખ જાહેર થતાં જ ખેડૂતો ખેતી કામ અને વાવણીની તૈયારી કરવા…

16 hours ago

ચણાના ભાવમાં તેજીને લાગી બ્રેક; જાણો આજના (20-05-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 20-05-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 18-05-2024, શનિવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

18 hours ago

રાયડાના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (20-05-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 20-05-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 18-05-2024, શનિવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

20 hours ago