સાવધાન: આગામી 24 કલાક ભારે, આવતી કાલે ભૂક્કા બોલાવશે વરસાદ

આજની વાત કરીએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગીરસોમનાથ, દ્વારકા, વેરાવળ સહિતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. દ્વારકામાં સતત બે દિવસની વરસાદ પડી રહ્યો છે જેના લીધે જન જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજી પણ દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના લીધે દ્વારકાના કલેક્ટર મુકેશભાઈ પંડ્યાએ લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

યુરોપિયન મોડલ પ્રમાણે આવતીકાલ સવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા તથા દક્ષિણ કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દેખાય રહી છે.

આવતી કાલે રાજ્યના નવસારી, દ્વારકા, ડાંગ, પોરંબદર, સુરત, તાપી, ડાંગ, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

તેમજ 9 જુલાઈના રોજ રાજ્યના કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યના ત્રણ જળાશયો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે ભાવનગરનો બાગડ ડેમ હાઈ એલર્ટ પર મુકાયો છે. તેમજ રાજકોટનો આજી-2 ડેમ તથા સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ વોર્નિંગ પર છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Vicky

Recent Posts

પેન્શનને લઈને સરકારની નવી માર્ગદર્શિકા, જાણો હવે પેન્શન કેવી રીતે વહેંચવામાં આવશે?

કૌટુંબિક પેન્શન: ભારત સરકારના પેન્શન વિભાગના નિયમો અનુસાર, વિધવા અને વિધુર એ પત્ની અથવા પતિને…

2 hours ago

ટિકિટનું બ્લેક માર્કેટિંગ કે વધુ કેન્સલેશન? રેલવેએ જણાવ્યું કે ટ્રેનોમાં રિઝર્વેશનના નિયમો કેમ બદલાયા

Railway reservation rules 2024: રેલ્વે મંત્રાલયનો આ નિર્ણય પહેલાથી જ બુક કરાયેલી ટિકિટોના ઉચ્ચ કેન્સલેશન…

2 hours ago

આધાર અપડેટ કરવાનું સરળ બન્યું, સરકારે આ સ્થળોએ પણ આધારની આ સુવિધા કરી શરૂ…

પોસ્ટ ઓફિસ આધાર અપડેટ સેન્ટર: ઈન્ડિયા પોસ્ટ અનુસાર, લોકોને આધાર સંબંધિત સેવાઓ પૂરી પાડવા માટે…

3 hours ago

Bank Working Timing: બેંક ખુલવાનો સમય બદલાશે, દર શનિવારે રજા રહેશે; નવો નિયમ ક્યારે અમલમાં આવશે?

બેંક સમયઃ જો સરકાર બેંકોમાં પાંચ દિવસ કામ કરવાની મંજૂરી આપે છે, તો બેંકો ખોલવાનો…

3 hours ago

ચણાના ભાવમાં થયો મોટો વધારો, જાણો આજના (22-10-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 22-10-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 21-10-2024, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ચણાના…

7 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (22-10-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 22-10-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 21-10-2024, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં રાયડાના…

7 hours ago