ખેડુત સમાચાર

ગુજરાતના વાતાવરણમાં પલટો; હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામી મોટી આગાહી

atmosphere of Gujarat: ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. હવે ગુજરાતમાં તાપ સાથે સૂસવાટાભેર પવનો પણ ફુંકાતા ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે ગુજરાતીઓ આ કાળઝાળ ગરમીમાંથી બચવા હવે વરસાદની રાહ જોઇ રહ્યા છે.

અમદાવાદ હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે, ત્રણ દિવસ આજે, કાલે આખા ગુજરાતમાં સ્ટ્રોન્ગ વિન્ડ ફુંકાશે. રાજ્યમાં 25થી 30 કિમીની પ્રતિકલાક ઝડપે પવન ફંકાશે.

ગુજરાતમાં બે દિવસ માટે સૌરાષ્ટ્ર, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ સ્ટ્રોમ વોર્નિંગ આપવામાં આવી છે. આ સાથે તેમણ પવન અંગેનું અનુમાં કરતા જણાવ્યુ કે, હાલ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમીથી પશ્ચિમી તરફના પવન ફંકાશે. રાજ્યમાં 25થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફંકાશે.

atmosphere of Gujarat: મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, દેશમાં કેરલામાં ચોમાસાના વધામણાં થઇ ગયા છે. ત્યારે સામાનય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે. તેમા ચારથી પાંચ દિવસ ઉપર નીચે થઇ શકે છે.

તો બીજી તરફ હવામાન ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં 16મી તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે 17મી તારીખથી ભયંકર ગરમીની પણ આગાહી કરી છે.

પવન અંગે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુ છે કે, પવનની દિશા સાથે પવનની ગતિમાં છેલ્લા બેથી ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે. પવનની ગતિ નોર્મલ કરતા વધારે ચાલી રહી છે. હજી 31 મે સુધી પવનની ગતિ 25થી લઇને 30 કિમી પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતા છે. પહેલી અને બીજી જૂને પવનની ગતિમાં ઘટાડો નોંધાશે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

વરસાદ અંગે પરેશ ગોસ્વામીએ કહ્યુ કે, છેલ્લા કેટલાય દિવસથી પવનની દિશા ઉત્તર પશ્ચિમની હતી જે બદલાઇને પશ્ચિમના પવનો થઇ રહ્યા છે. જેના કારણે તાપમાન ઘટ્યું છે અને વાદળછાયું વાતાવરણ પણ થયુ છે.

દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળ્યુ છે. જેના કારણે 30 અને 31 તારીખમાં કોઇક જગ્યાએ છાંટછૂટ થાય તેવી પણ શક્યતા દેખાઇ રહી છે. અત્યારે ભેજનું પ્રમાણ વધ્યુ છે જેના કારણે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયુ છે. 30 જૂન સુધી સતત ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. એમા રાહત મળે તેવી હાલ કોઇ શક્યતા નથી દેખાઇ રહી.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

Vicky

Recent Posts

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના ગોંડલના ભાવ

ગોંડલ Gondal Apmc Rate 07-09-2024 ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

11 hours ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 4,400 રૂપિયાનો જોરદાર ઘટાડો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

13 hours ago

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના રાજકોટના ભાવ

રાજકોટ Rajkot Apmc Rate 07-09-2024 રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

16 hours ago

ચણાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (07-09-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 07-09-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

17 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (07-09-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 07-09-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

18 hours ago

ધાણાના ભાવમાં સ્થિરતાનો દોર યથાવત્; જાણો આજના (07-09-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 07-09-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ જેતપુર માર્કેટ યાર્ડમાં…

18 hours ago