ખેડુત સમાચાર

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ક્યારે? આજથી 24 જૂન સુધીની આગાહી, ગુજરાતમાં કેવો વરસાદ પડશે?

Today Gujarat Forecast: ​​ગુજરાતમાં 22 જૂનથી 31 જૂન સુધીમાં બાકી રહેલા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા છે. ગુજરાતમાં ગઈ કાલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં / રેડાંનું પ્રમાણ વધ્યું હતું. અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ જોવા મળ્યો હતો. તેમજ ગઈ કાલે ધીમે ધીમે કડાકા ભડાકા ઓછા થયા હતા.

આજે પણ રાજ્યમાં અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. હવે રાજ્યમાં કડાકા ભડાકાનું પ્રમાણ ઓછું અને છૂટા છવાયા વરસાદી ઝાપટા રેડાંનું પ્રમાણ વધતું જશે.

આજે દક્ષિણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દરિયા કાંઠે એટલે કે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયા કાંઠા અને ત્યાંથી થોડા અંદરના વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધુ રહેશે.

આ સિવાય દ્વારકા, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પણ અમુક વિસ્તારોમાં ઝાપટાં / રેડાંની શક્તયા રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ આજે રેડાં ઝાપટાં ચાલુ રહેશે. આ સિવાય વલસાડ અને નવસારી જિલ્લામાં સારા વરસાદી રેડાં ઝાપટાની સંભાવના રહેશે.

Today Gujarat Forecast: ​​એ સિવાય દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ તથા નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ છુટા છવાયાં ઝાપટાં આવી શકે છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં એકલ દોકલ વિસ્તારમાં છૂટા છવાયા ઝાપટા ચાલુ થઈ જશે.

તો બીજી બાજુ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં તરડઘિયા હવામાન કેન્દ્ર દ્વારા અમરેલી જિલ્લામાં આજે 21 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 22 કિમીની રહેશે. અમરેલી જિલ્લામાં આજથી 23 જૂન દરમિયાન સુકુ ગરમ અને વાદળછાયુ હવામાન લેવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

તરડઘિયા હવામાન કેન્દ્ર દ્વારા જામનગર જિલ્લામાં આજથી 23 જૂન દરમિયાન ગરમ અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

Vicky

Recent Posts

વીમાનો દાવો કેમ નકારવામાં આવે છે, પોલિસી લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

વીમાનો દાવો અસ્વીકાર દરેક વ્યક્તિ તેમના પરિવારના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વીમા પૉલિસી લે…

9 hours ago

IRDAIએ પોલિસીધારકોને તેમના અધિકારો જણાવ્યા, હવે કંપનીઓ મનસ્વી રીતે કામ કરી શકશે નહીં…

વીમા ધારકના અધિકારો: ઘણી વખત પોલિસી ધારક પોલિસી લે છે પરંતુ તેના અધિકારો વિશે જાણતો…

9 hours ago

8મું પગાર પંચ: સરકાર 2025માં 8મા પગારપંચ પર નિર્ણય લઈ શકે છે, તેના અમલ પછી કેટલો પગાર વધશે?

યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) અને મોંઘવારી ભથ્થામાં વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને બીજી ભેટ…

10 hours ago

EPFOને લઈને 3 વર્ષ પછી સરકાર કરવા જઈ રહી છે આ મોટો ફેરફાર! ખાતામાં આવશે પૈસા…

છેલ્લા ઘણા નાણાકીય વર્ષોથી, EPFO ​​8% થી વધુ વ્યાજ ચૂકવી રહ્યું છે. નાણાકીય વર્ષ 1990માં…

10 hours ago

દિવાળી પહેલાં સોનાના ભાવમાં રૂ. 6,000નો જોરદાર ઘટાડો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

11 hours ago

EPF ના પૈસાથી હોમ લોન ચૂકવવી યોગ્ય છે કે ખોટી? જાણો સંપૂર્ણ માહિતી…

EPF ઉપાડ: હોમ લોન લેતી વખતે સૌથી મોટું ટેન્શન તેને ઝડપથી પૂરું કરવાનું છે. પરંતુ…

11 hours ago