ખેડુત સમાચાર

અરબી સમુદ્રમાં જોરદાર જમાવટ; એકાએક વાતાવરણમાં પલટો, ગુજરાતના આ જિલ્લામાં આગાહી

Gujarat Weather Forecast: ગઈ કાલે અમરેલી જિલ્લાના મોટાભાગમાં વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધારાશાયી થઈ ગયા હતા. જ્યારે ધોધમાર વરસાદના પગલે અનેક ગામડાઓના રસ્તાઓ પર પાણીની નદીઓ વહેવા લાગી હતી.

ગઈ કાલ વહેલી સવારે 6થી રાતના 8 વાગ્યા સુધીના 15 કલાકના ગાળામાં રાજ્યના 35 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સાંજે 6થી 8ના બે કલાકના ગાળામાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં 70 મિમી એટલે કે પોણા 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ સિવાય છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટમાં પણ બે કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યના 5 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.

ગુજરાતમાં રવિવારે સાંજથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વીજળી અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ગુજરાતીઓને કાળઝાળ ગરમી અને બફારામાં આંશિક રાહત મળી છે. હાલ ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઇ રહી છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

Gujarat Weather Forecast:

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આજે પણ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને પવનના સૂસવાટા સાથે વરસાદ વરસી શકે છે.

આજે અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણમાં વલસાડ, દાદરા નગર હવેલી, ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં એટલે કે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરના છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ પડી શકે છે.

આ સિવાય સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ વરસી શકે છે.

તો આવતીકાલે એટલે મંગળવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ વરસી શકે છે.

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં એટલે કે પંચમહાલ અને દાહોદમાં તથા સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં એટલે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

Vicky

Recent Posts

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના ગોંડલના ભાવ

ગોંડલ Gondal Apmc Rate 07-09-2024 ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

9 hours ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 4,400 રૂપિયાનો જોરદાર ઘટાડો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

11 hours ago

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના રાજકોટના ભાવ

રાજકોટ Rajkot Apmc Rate 07-09-2024 રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

14 hours ago

ચણાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (07-09-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 07-09-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

15 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (07-09-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 07-09-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

15 hours ago

ધાણાના ભાવમાં સ્થિરતાનો દોર યથાવત્; જાણો આજના (07-09-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 07-09-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ જેતપુર માર્કેટ યાર્ડમાં…

16 hours ago