ગુજરાતમાં ફરી મેઘતાંડવ/ 16 અને 17 તારીખે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન બન્યું છે તે હવે ધીમે ધીમે નજીક આવી રહ્યું છે. તેની અસરથી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ ગઈ કાલ રાતથી જ શરૂ થઈ છે.

દક્ષિણ ગુજરાતમાં આજે એટલે કે 15 ઓગષ્ટના સવારથી તો  મધ્ય પૂર્વ ગુજરાતમાં બપોરથી અને ઉત્તર ગુજરાતમાં આજ રાત સુધીમાં સારા વરસાદની શરૂઆત થઈ જશે. સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ 16 તારીખ સુધીમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા રહેશે.

દક્ષિણ ગુજરાત એટલે કે સુરત, નવસારી, વલસાડ, તાપી , ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં 15થી 17 ઓગસ્ટ દરમિયાન સારો અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.

મધ્ય પૂર્વ ગુજરાત એટલે કે દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદ જિલ્લામાં 15/16 માં સારો વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.

ઉત્તર ગુજરાત એટલે કે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં 15મી ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ અને 16/17 ઓગસ્ટમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.

કચ્છ / પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે કચ્છ, દ્વારકા અને જામનગર જિલ્લામાં 16થી 17 તારીખમાં સારો અને અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ની શક્યતા રહેશે.

દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્ર એટલે કે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 16/17 તારીખમાં મધ્યમથી સારો અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની થોડી શકયતા રહેશે તેવું જણાઈ રહ્યું છે.

મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્ર અને લાગુ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબી જિલ્લામાં પણ 16/17 તારીખમાં વરસાદની શક્યતા રહેશે અને કોઈ કોઈ જગ્યાએ સારો વરસાદ પણ પડી શકે છે.

ખાસ નોંધ: આ વેધર મોડેલ મુજબનું અનુમાન છે.  હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Vicky

Recent Posts

વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

વરસાદ નક્ષત્ર 2024 : ભારતીય કેલેન્ડર પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે…

5 hours ago

Bank Locker Rules: જો બેંક લોકરની સામગ્રી ચોરાઈ જાય અથવા આગ લાગી જાય, તો શું કરવું? જાણો RBIના નિયમો…

આપણા દેશમાં ઘણા લોકો બેંક લોકરમાં વસ્તુઓ રાખે છે, પછી તે જ્વેલરી હોય કે કોઈ…

7 hours ago

બેંક નિયમોમાં થશે મોટો ફેરફાર; સામાન્ય જનતાને થશે મોટી અસર, જાણો શું?

બેંક સાથે જોડાયેલા કર્મચારીઓ અને ગ્રાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે અઠવાડિયામાં…

8 hours ago

વરીયાળીના રેકોર્ડ બ્રેક ભાવ; જાણો આજના (16-05-2024 ના) વરીયાળીના બજાર ભાવ

વરીયાળી Variyali Price 16-05-2024 વરીયાળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15-05-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

10 hours ago

ચણાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (16-05-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 16-05-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15-05-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

1 day ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (16-05-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 16-05-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15-05-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

1 day ago