ખેડુત સમાચાર

હવામાન વિભાગની ત્રણ દિવસ ડસ્ટ સ્ટોર્મની આગાહી; ગુજરાતના ચાર જિલ્લામાં આંધી-વંટોળની આગાહી

Meteorological department forecast: હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ અંગે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજે અને આવતીકાલ માટે ચાર જિલ્લાઓને ડસ્ટ સ્ટ્રોમની વોર્નિંગ આપવામાં આવી છે. આ દરમિયાન તાપમાન, પવનની ગતિ અને વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે.

ગઈ કાલે રાજ્યના હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે. ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. કચ્છ, પાટણ, બનાસકાંઠા અ‍ને સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે.

25થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન 43થી 44 ડિગ્રી આસપાસ રહેશે. આગામી 4 જૂન સુધી તાપમાનમાં વધુ ફેરફાર નહી નોંધાય.

અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર જોવા મળશે નહીં.

સાથે જ તેમણે કહ્યું કે, રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાાદમાં નોંધાયું હતું. અમદાવાદમાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આજે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યું છે. જોકે, વરસાદ થશે નહીં, પરંતુ વાદળ રહેશે.

તો બીજી બાજુ જાણીતા હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, અત્યારે ભેજનું પ્રમાણ વધ્યુ છે જેના કારણે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી ગયુ છે. ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. એમા રાહત મળે તેવી હાલ કોઇ શક્યતા દેખાઇ નથી રહી.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

પવનની દિશા સાથે પવનની ગતિમાં છેલ્લા બેથી ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે. પવનની ગતિ નોર્મલ કરતા વધારે ચાલી રહી છે. હજી 31 મે સુધી પવનની ગતિ 25થી લઇને 30 કિમી પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતા છે. પહેલી અને બીજી જૂને પવનની ગતિમાં ઘટાડો નોંધાશે.

આ સાથે તેમણે ખેડૂતો માટે સલાહ આપતા જણાવ્યુ છે કે, જે ખેડૂત મિત્રોના ખેતરમાં પાણીની વ્યવસ્થા નથી તેમણે તો વરસાદ પછી જ વાવણી કરવાની છે. પરંતુ જે મિત્રોને ત્યાં પાણીની વ્યવસ્થા છે તેમના માટે તો ખૂબ જ યોગ્ય સમય શરૂ થઇ ગયો છે. હવે આપણે 40 ડિગ્રીની અંદર તાપમાન આવી ગયુ છે એટલે વાવેતર માટે યોગ્ય સમય છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

Vicky

Recent Posts

તલના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (04-09-2024 ના) તલના બજાર ભાવ

સફેદ તલ Tal Price 04-09-2024 સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024,…

12 hours ago

જીરૂના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (04-09-2024 ના) જીરુંના બજાર ભાવ

જીરૂ Jiru Price 04-09-2024 જીરૂના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

13 hours ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 1,000 રૂપિયાનો જોરદાર ઉછાળો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

15 hours ago

ચણાના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (04-09-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 04-09-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

17 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (04-09-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 04-09-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ જામનગર માર્કેટ યાર્ડમાં…

18 hours ago

ધાણાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (04-09-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 04-09-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ વિસાવદર માર્કેટ યાર્ડમાં…

19 hours ago