પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર / વરસાદ સંજોગ; જાણો કેટલો વરસાદ? કેટલા દિવસ? કયું વાહન?

મિત્રો, હાલમાં ફાલ્ગુની નક્ષત્ર ચાલુ છે અને આ નક્ષત્ર પહેલા મઘા નક્ષત્ર શરુ હતુ જેમાં ગુજરાત સહિત સંપુર્ણ ભારતમાં વરસાદની અછત જોવા મળી હતી.

ફાલ્ગુની નક્ષત્ર 2023:
ફાલ્ગુની નક્ષત્રમાં બે ભાગ હોય છે, પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રને પુરબા નક્ષત્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. દરેક વર્ષોની સરખામણીમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભારે વરસાદ પડતો હોય છે.

પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત 31-08-2022 ના રોજ ચાલુ થયુ છે અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનું વાહન મોર છે. મોરનું વાહન વરસાદના જોગ ઊભા કરે છે. આ નક્ષત્રમાં મેઘગર્જના સાથે વરસાદ પડતો હોય છે. આ વર્ષે પણ ફાલ્ગુની નક્ષત્રના છેલ્લા દિવસોમાં સારા વરસાદના જોગ બનવાની શક્યતા છે.

હાલ વરાપ અત્યંત લાંબી બનતા બધા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે અને લગભગ એક મહિનાથી વરાપ ચાલી રહી છે. ઓગસ્ટ આંખે આખો કોરો ધાકોર જતો રહ્યો છે અને ગુજરાત તો ઠીક પણ સમગ્ર ભારત દેશમાં 1901 થી લઈને 2023 સુધીના છેલ્લા 123 વર્ષ દરમિયાન ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ આ વર્ષમાં રહ્યો છે.

સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં લો પ્રેશર બનશે અને તેના લીધે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા માટે રાહતના સમાચાર આવી શકે એ મુજબ સ્થિતિ ગોઠવાઈ રહી છે. હવે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણ ક્રમશ સુધારા તરફ જશે એટલે ખૂબ તડકો, ગરમી અને બફારો પણ વધતો જશે જે વરસાદ લાવવા માટે અનુકૂળ વાતાવરણ બનતુ જશે.

5 સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. પરંતુ ગુજરાતમાં તેનાથી ક્યાં દિવસે રાઉન્ડ શરૂ થાય તે બાબતે હજુ થોડું ઉપર નીચે થતુ રહે કેમ કે તેમાં ઘણા પરિબળો ભૂમિકા ભજવતા હોય છે. પ્રથમ તો બંગાળની ખાડીમાં ક્યાં દિવસે ક્યાં વિસ્તારમાં લો પ્રેશર બને એ અને બીજું જમીની વિસ્તારમાં કેટલી ગતિથી ક્યાં રૂટ પર આગળ વધે અને તેનો ટ્રફનો ઝુકાવ કઈ તરફ હોય એના ઉપર આધાર રાખે છે. ટૂંકમાં હજુ આ પરિબળો સ્પષ્ટ નથી જે લો પ્રેશર બન્યા બાદ સપષ્ટ થશે.

યુરોપિયન મોડલની ફ્રેશ અપડેટ મુજબ 6 સપ્ટેમ્બરથી 10મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની એક સારી સંભાવના ગણી શકાય. આ સિસ્ટમ અંગે ગ્લોબલ મોડલના સમીકરણો દર અપડેટમાં અલગ અલગ જોવા મળી રહ્યા છે. સંપૂર્ણ પરિસ્થિતિ આવનારા બે દિવસમાં સ્પષ્ટ બની જશે. સંભવિત વરસાદના રાઉન્ડની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ ઉત્તર પૂર્વ ગુજરાતમાં વધુ જોવા મળી શકે. ફ્રેશ અપડેટ મુજબ યુરોપિયન મોડલ પોઝિટિવ જણાઇ રહ્યા છે. પરંતુ ગ્લોબલ મોડલ હજી સંતાકૂકડીનો ખેલ રમી રહ્યા.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Vicky

Recent Posts

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના ગોંડલના ભાવ

ગોંડલ Gondal Apmc Rate 07-09-2024 ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

11 hours ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 4,400 રૂપિયાનો જોરદાર ઘટાડો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

13 hours ago

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના રાજકોટના ભાવ

રાજકોટ Rajkot Apmc Rate 07-09-2024 રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

16 hours ago

ચણાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (07-09-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 07-09-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

17 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (07-09-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 07-09-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

18 hours ago

ધાણાના ભાવમાં સ્થિરતાનો દોર યથાવત્; જાણો આજના (07-09-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 07-09-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ જેતપુર માર્કેટ યાર્ડમાં…

18 hours ago