ખેડુત સમાચાર

પ્રથમ વાવણીનો વરસાદ ક્યારે થશે? ખેતીને લઈને આ વર્ષ કેવું રહેશે?

Rajinikanth Lalani Predictions: હાલ પ્રિ મોનસુન એક્ટિવિટી જોર પકડી રહી છે. તો પણ બપોરના સમયે આકરી ગરમી પડી રહી છે. ખાસ કરીને ખેડૂતો અને એને લગતા ધંધાકીય લોકો આગામી ચોમાસુ કેવું રહેશે તે જાણવા ઉત્સુક બેઠા છે.

છેલ્લા એક દાયકાથી આકાશી કસ, હોળીની જાળ, વનસ્પતિ અને પક્ષીઓની ચેષ્ટા ઉપરથી વરસાદની આગાહી કરતા રજનીકાંત લાલાણી દ્વારા નવી આગાહી કરાઇ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જૂનથી સપ્ટેમ્બર 2024 દરમિયાન ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લાંબા ગાળામાં એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધી 106 ટકા વરસાદની સંભાવના છે.

પ્રથમ વાવણીનો વરસાદ ક્યારે થશે?

રજનીકાંત લાલાણીએ આગાહી કરતા જણાવ્યું કે, 24 જૂનથી 21 જૂન સુધીમાં પ્રથમ વાવણીનો વરસાદ થવાની શક્યતા રહેલી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ વાવણીનો વરસાદ ૫ડવાની સંભાવના છે. પ્રથમ વાવણી પછી 23 દિવસનું વાયરુ ફુકાશે.

Rajinikanth Lalani Predictions : 11 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન ફરી મેઘરાજા ધબધબાટી બોલાવવાની આગાહી છે. આ સમય દરમિયાન મોટા ભાગના જળાશયો છલકાઇ જશે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

24 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જળહોનાદરની શક્યતા રજનીકાંત લાલાણીએ વ્યક્ત કરી છે. 18 થી 28 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડા સાથે તોફાની વરસાદની આગાહી છે. 29 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લેવાનું શરૂ કરશે.

આ વર્ષ કેવુ રહેશે?

આ વર્ષ 14 આની રહેશે શિયાળુ પાક ઉત્પાદન સારું જોવા મળશે. પાછો વરસાદ પણ જોવા મળશે. તેથી ખેડૂતોને લાંબા સમયના પાક વાવવા હિતાવહ કહી શકાય.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

Vicky

Recent Posts

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના ગોંડલના ભાવ

ગોંડલ Gondal Apmc Rate 07-09-2024 ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

9 hours ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 4,400 રૂપિયાનો જોરદાર ઘટાડો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

11 hours ago

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના રાજકોટના ભાવ

રાજકોટ Rajkot Apmc Rate 07-09-2024 રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

14 hours ago

ચણાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (07-09-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 07-09-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

15 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (07-09-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 07-09-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

15 hours ago

ધાણાના ભાવમાં સ્થિરતાનો દોર યથાવત્; જાણો આજના (07-09-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 07-09-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ જેતપુર માર્કેટ યાર્ડમાં…

16 hours ago