એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી 100 રૂપિયાનો ઘટાડો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આજથી એટલે કે 1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. કંપનીઓએ જણાવ્યા મુજબ ઇન્ડેનનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર દિલ્હીમાં 91.50, કોલકાતામાં 100, મુંબઈમાં 92.50 અને ચેન્નઈમાં 96 રૂપિયા સસ્તું થઈ ગયું છે.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. જ્યારે ઘરમાં વપરાતા રસોઈ ગેસના સિલિન્ડરની કિંમતો હજુ પણ 6 જુલાઈના રોજ અપડેટ થયેલા ભાવ પર જ ટકી રહી છે. ઘરેલુ ગેસ સિલિન્ડર માટે ગેસ અને તેલ કંપનીઓએ છેલ્લે 6 જુલાઈ 2022ના રોજ કિંમતોમાં રૂ. 50નો ઘટાડો કર્યો હતો.
19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના નવા રેટ
આજથી દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ રસોઈ ગેસના એલપીજી સિલિન્ડર માટે હવે રૂ.1976.50ની જગ્યાએ માત્ર 1885 રુપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે કોલકાતામાં રૂ. 2095.50 રુપિયાની જગ્યાએ તમારે ફક્ત રૂ.1995.50 ચુકવવા પડશે. જ્યારે મુંબઈમાં ગ્રાહકોએ રૂ.1936.50ની જગ્યાએ 1844 રૂપિયા આપવા પડશે, તો ચેન્નઈમાં 2141 રૂપિયાની જગ્યાએ 2045 રૂપિયા આપવા પડશે.
સતત પાંચમીવાર ઓછા થયા કોમર્શિલ સિલિન્ડરના ભાવ
કોર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ સતત પાંચમીવાર ઘટાડો થયો છે. 19 મે 2022ના રોજ 2354 રૂપિયાની રેકોર્ડ કિંમતે પહોંચનાર ગેસ સિલિન્ડર 1 જૂનના રોજ 2219 રૂપિયાનું થયું હતું. તેના પછી એક મહિના બાદ સિલિન્ડરની કિંમતોમાં 98 રૂપિયાનો ઘટાડો થયો હતો અને તેની કિંમત રૂ. 2021 થઈ ગઈ હતી. જે બાદ 6 જુલાઈના રોજ તેલ કંપનીઓએ આ સિલિન્ડરની કિંમત ફરી ઘટાડી અને 2012.50 રૂપિયા કરી દીધી. 1 ઓગસ્ટથી આ સિલિન્ડર 1976.50 રૂપિયાનું મળવા લાગ્યું. તેમજ હવે નવા ઘટાડા સાથે 1 સપ્ટેમ્બરથી આ સિલિન્ડરની કિંમત 1885 રૂપિયા થઈ ઘઈ છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત ઘટાડાથી સામાન્ય માણસને મોંઘવારીના મોરચે થોડીક રાહત મળી છે.
જો તમે સિલિન્ડરના સત્તાવાર દર (ભાવ) જોવા માંગતા હો, તો તમે ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ પર જઈને તેને ચકાસી શકો છો. આ સિવાય, તમે આ લિંક https://www.iocl.com/pages/indane-cooking-gas-overview પર સીધા જ ગેસ સિલિન્ડરની કિંમત તપાસી કરી શકો છો.
આવી વધારે માહિતી મેળવવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.