નમસ્કાર મિત્રો, આગોતરા એંધાણમાં જણાવ્યા મુજબ 24/25 થી વરસાદની શરુઆત થવાની શક્યતા હતી તે મુજબ જ આજે સવારે 4 વાગ્યાથી દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.
હાલ ચોમાસું તા. 24/06/2023ની અપડેટ મુજબ મુંબઈની દક્ષિણે અલિબાગ સુધી આગળ વધ્યું છે. આ સાથે જ સંપૂર્ણ છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં પહોચ્યું છે. આવતી 24 કલાકમાં મુંબઈ અને ત્યારબાદ એક બે દિવસમાં ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થશે.
આ રાઉન્ડમાં વરસાદની જે શરૂઆત દક્ષિણ અને પૂર્વ ગુજરાતથી થઈ છે તે હજુ આવતા ત્રણ ચાર દિવસ આજ વિસ્તારમાં અસર રહેશે. ધીમે ધીમે વરસાદમાં થોડો વધારો થાય પણ 27 સુધી છૂટોછવાયો ચાલુ રહેશે અને 27 જૂનથી દક્ષિણ ગુજરાત અને લાગુ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત પણ થઈ જશે.
સૌરાષ્ટ્રમાં પણ ચોમાસુ 30 તારીખ આસપાસ જાહેર થાય તેવી શકયતા રહેશે. સૌરાષ્ટ્રમાં 29/30 જૂને વરસાદમાં વધારો થાય તેવી શક્યતા છે. આજે મધ્ય-પૂર્વ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. આજે ગોધરામાં 4 ઇંચ, દેશરમાં 3 ઇંચ, આણંદમાં 2.5 ઇંચ, કલોલ, ઉમરેઠ, હાલોલ, ઘોઘંબા અને જેતપુરપાવીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.
વરસાદ અને વાવાઝોડા સંબધિત તમામ માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.