ખેડુત સમાચાર

આજે વરસાદ ભુક્કા કાઢશે; આગામી ત્રણ દિવસ આ જિલ્લામાં એલર્ટ, ભારે થી અતિભારે વરસાદ

મિત્રો, મધ્યપૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમથી ભારે વરસાદની શકયતા મુજબ વિવિધ વિસ્તારમાં પ્રમાણે હળવા મધ્યમ ભારે વરસાદ ચાલુ થઈ ગયો છે જેમાં જૂનાગઢ જિલ્લામાં ભુક્કા નીકળી ગયા છે અને હજુ બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના અમુક વિસ્તારમાં ભુક્કાની શકયતા છે. તો ઉત્તર ગુજરાત, મધ્યપૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ રેડા ઝાપટાથી છૂટો છવાયો મધ્યમથી ભારે વરસાદ પડશે.

હજુ પણ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ જિલ્લામાં અમુક વિસ્તારમાં વરસાદ હજુ થયો નથી તો બીજા જિલ્લાના અમુક છુટા છવાયા વિસ્તારમાં વરસાદ થયો નથી ત્યાં પણ હજુ 19-20 તારીખ દરમિયાન વરસાદ આવી જવાની શક્યતા છે. જે વિસ્તારમાં વરસાદ બાકી છે તેમાં અમુક વિસ્તારમાં હળવો રહી શકે બાકી મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ હજુ થઈ જશે તેવી શકયતા છે

હજુ 19 અને 20 તારીખ દરમિયાન વરસાદનું જોર વધુ રહેશે અને ખુશીના સમાચાર એ છે કે આપણે અગાવ જણાવ્યા પ્રમાણે રાઉન્ડ 25/26 સુધી ચાલશે એટલે 20 તારીખ બાદ વરસાદમાં સાવ વિરામ નહિ રહે પરંતુ છૂટો છવાયો હળવા મધ્યમથી સારો વરસાદ ચાલુ જ રહેશે એટલે અત્યારે કોઈના ભાગમાં હળવો વરસાદ આવે તો તેને બાદમાં પણ ફરી સારા વરસાદની શકયતા 25/26 સુધીમાં તો રહેશે જ એટલે બહુ ચિંતા કરવી નહીં. હજુ એક બે દિવસ અમુક વિસ્તારમાં ભુક્કાની પણ શકયતા રહેશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 19 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગાંધીનગર, સુરેન્દ્રનગ અને દ્વારકામાં વરસાદ રહેશે. 19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

20 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે. 21 સપ્ટેમ્બરે કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 95.17 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 136.52 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 112.12 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 84.95 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 85.63 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 92.50 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Vicky

View Comments

Recent Posts

એરંડાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (05-09-2024 ના) એરંડાના બજાર ભાવ

એરંડા Eranda Price 05-09-2024 એરંડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 04-09-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

28 mins ago

કપાસના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (05-09-2024 ના) કપાસના બજાર ભાવ

કપાસ Cotton Price 05-09-2024 કપાસના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 04-09-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

1 hour ago

ઘઉંના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (05-09-2024 ના) ઘઉંના બજાર ભાવ

લોકવન ઘઉં Ghau Apmc Price લોકવન ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 04-09-2024,…

2 hours ago

તલના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (04-09-2024 ના) તલના બજાર ભાવ

સફેદ તલ Tal Price 04-09-2024 સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024,…

15 hours ago

જીરૂના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (04-09-2024 ના) જીરુંના બજાર ભાવ

જીરૂ Jiru Price 04-09-2024 જીરૂના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

16 hours ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 1,000 રૂપિયાનો જોરદાર ઉછાળો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

17 hours ago