ખેડુત સમાચાર

આજે ગુજરાતના આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

Today Rain Forecast: ગઈકાલે દિવસ દરમિયાન અને રાત્રે રાજ્યમાં છૂટા છવાયા વિસ્તારોમાં પ્રિ મોન્સુન વરસાદ ચાલુ રહ્યો હતો. સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

આજે પણ રાજ્યમાં છૂટા છવાયા વિસ્તારોમાં નાના મોટા વરસાદી રેડા થોડા ઘણા કડાકા ભડાકા સાથે ચાલુ રહે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત, લાગુ ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં મધ્ય પૂર્વ સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લા આસપાસ લાગુ બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લા આસપાસ વરસાદની શક્યતાઓ છે. આ સિવાય ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની થોડી ઘણી સંભાવનાઓ છે.

મધ્ય ગુજરાતના કોઈ કોઈ એકલ દોકલ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેશે. અમદાવાદ અને ખેડા જિલ્લા આસપાસ ક્યાંક ક્યાંક વરસાદની શક્યતા ગણી શકાય.

Today Rain Forecast: આજે રાત્રે ઉત્તર પૂર્વ ગુજરાત લાગુ પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં શ્ક્યતા છે. મેહસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ક્યાંક ક્યાંક છૂટા છવાયા ઝાપટા પડી શકે છે. સાબરકાંઠા રાજસ્થાન બોર્ડર પર પણ છૂટા છવાયા ઝાપટા પડવાની શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

દક્ષિણ ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. ખાસ કરીને ડાંગ અને વલસાડ જિલ્લાના મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ રહેશે. એ સિવાય પણ સાંજે અને રાત્રે અમુક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પડી શકે છે.

મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ ઉત્તર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વધઘટ સાથે હજુ થોડી ઘણી ગરમી ચાલુ રહેશે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

Vicky

Recent Posts

ચણાના ભાવમાં થયો મોટો વધારો, જાણો આજના (22-10-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 22-10-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 21-10-2024, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ચણાના…

2 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (22-10-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 22-10-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 21-10-2024, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં રાયડાના…

3 hours ago

ધાણાના ભાવમાં સ્થિરતાનો માહોલ, જાણો આજના (22-10-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 22-10-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 21-10-2024, સોમવારના રોજ જેતપુર માર્કેટ યાર્ડમાં ધાણાના…

3 hours ago

મગફળીના ભાવમાં થયો મોટો વધારો, જાણો આજના (22-10-2024 ના) મગફળીના બજાર ભાવ

જાડી મગફળી Magfali Price 22-10-2024 જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 21-10-2024,…

4 hours ago

ડુંગળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (22-10-2024 ના) ડુંગળીના બજાર ભાવ

ડુંગળીની બજારમાં ભાવ શનિવારે સ્ટેબલ જેવા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી. ગુજરાતમાં ચાલુ…

4 hours ago

તુવેર/સોયાબીનના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (22-10-2024 ના) તુવેર અને સોયાબીનના બજાર ભાવ

તુવેર 22-10-2024 તુવેરના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 21-10-2024, સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં તુવેરના બજાર ભાવ…

5 hours ago