ખેડુત સમાચાર

ગુજરાતમાં પ્રી-મોનસુન વરસાદ ક્યારે? રોહિણી નક્ષત્રમાં કેટલો વરસાદ? અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

પ્રી-મોનસુન વરસાદ: રાજ્યમાં હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે પાંચ દિવસના હવામાન અંગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક તાપમાનમાં બેથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાવવાની પણ આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યુ કે, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે.

આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને આણંદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ, ગુજરાતના હવામાનમાં આવતીકાલથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે તેમ પણ જણાવ્યુ છે.

તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળશે. આજથી 28 મેના આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેશે.

પ્રી-મોનસુન વરસાદ: 31 મે સુધી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. ગુજરાતનાં આહવા, ડાંગ, સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં 31 મે સુધી વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્તા રહેશે.

આ સાથે તેમણે આગાહીમાં જણાવ્યુ છે કે, રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મેથી 4 જુનમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. 8 જુનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે.આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

Vicky

Recent Posts

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 4,400નો જોરદાર ઘટાડો, જાણો આજના સોનાના ભાવ

છેલ્લાં 10 દિવસમાં 100 ગ્રામ સોનાના ભાવમાં રૂ. 4,400 નો નોંધપાત્ર ઘટાડો થયો છે. આજે…

6 hours ago

જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 16-09-2024 ના જસદણના ભાવ

જસદણ Jasdan Apmc Rate 16-09-2024 જસદણ માર્કેટ યાર્ડ (Jasdan APMC Market Yard) ના તા. 16-09-2024, સોમવારના બજાર…

8 hours ago

જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના જામજોધપુરના 16-09-2024 ના ભાવ

જામજોધપુર Jamjodhpur Apmc Rate 16-09-2024 જામજોધપુર માર્કેટ યાર્ડ (Jamjodhpur APMC Market Yard) ના તા. 16-09-2024, સોમવારના બજાર…

8 hours ago

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 16-09-2024 ના મોરબીના ભાવ

મોરબી Morbi Apmc Rate 16-09-2024 મોરબી માર્કેટ યાર્ડ (Morbi APMC Market Yard) ના તા. 16-09-2024, સોમવારના બજાર…

9 hours ago

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 16-09-2024 ના રાજકોટના ભાવ

રાજકોટ Rajkot Apmc Rate 16-09-2024 રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot APMC Market Yard) ના તા. 16-09-2024, સોમવારના બજાર…

10 hours ago

ચણાના ભાવમાં ઘટાડો યથાવત્,; જાણો આજના (16-09-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 16-09-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 14-09-2024, શનિવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

10 hours ago