ખેડુત સમાચાર

પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની પ્રી-મોનસુન વરસાદની આગાહી; વરસાદ ક્યારે શરૂ થશે?

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પણ હિટવેવ અને ગરમી અંગે એલર્ટ આપવામાં આવી રહ્યું છે. ક્યારે ગરમીમાં ઘટાડો થશે? તેની લોકો રાહ જોઇ રહ્યા છે.

હવામાાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા હવામાન અંગે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તીવ્ર પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને આંધી વંટોળની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં બે અઠવાડિયાથી ખૂબ ઊંચું તાપમાન ચાલી રહ્યું હતું. 24 અને 25મીના રોજ એક ડિગ્રીનો ઘડાટો નોંધાયો હતો. આ સાથે જ રાજ્યમાં ફરી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થવા જઇ રહી છે. 27થી 30 મે દરમિયાન પણ વરસાદની શક્યતાઓ છે.

ખાસ કરીને 28, 29 અને 30 તારીખ દરમિયાન તીવ્ર પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે. 27થી 30 દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ રહેલી છે.

આ સાથે જ કચ્છના દરિયાકાંઠાના તમામ તાલુકાઓમાં પણ 28 અને 29 તારીખમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની સંભાવનાઓ છે. હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આ શક્યતા વધારે રહેલી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળશે. આજથી 28 મેના આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેશે. 28થી 31 મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે.

આ પણ વાંચો: વરસાદ નક્ષત્ર 2024 : ક્યું નક્ષત્ર ક્યારે શરૂ થશે? કયું વાહન? ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ? જાણો નક્ષત્ર અંગેની સંપુર્ણ માહિતી….

વધુમાં અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે, આહવા, ડાંગ સુરત,સૌરાષ્ટ્રના ભાગોમાં 26 થી 31 મેના સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્તા રહેશે.

તેમણે જણાવ્યું કે, રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મે થી 4 જુનમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. 8 જુનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે.આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.

ખાસ નોંધ: વરસાદ અને વાવાઝોડાં સંબંધિત તમામ માહિતી માટે હંમેશા હવામાન વિભાગની આગાહીને અનુસરવી.

Vicky

Recent Posts

તલના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (04-09-2024 ના) તલના બજાર ભાવ

સફેદ તલ Tal Price 04-09-2024 સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024,…

12 hours ago

જીરૂના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (04-09-2024 ના) જીરુંના બજાર ભાવ

જીરૂ Jiru Price 04-09-2024 જીરૂના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

13 hours ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 1,000 રૂપિયાનો જોરદાર ઉછાળો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

15 hours ago

ચણાના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (04-09-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 04-09-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

17 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (04-09-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 04-09-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ જામનગર માર્કેટ યાર્ડમાં…

18 hours ago

ધાણાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (04-09-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 04-09-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 03-09-2024, મંગળવારના  રોજ વિસાવદર માર્કેટ યાર્ડમાં…

19 hours ago