આજે અને આવતી કાલે ભારે થી અતિભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં?

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. જો કે, વારસાદે ક્યાંક આફત પણ સર્જી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. આ સાથે છેલ્લાં બે-ત્રણ દિવસમાં કચ્છ વિસ્તારમાં પણ વરસાદે ભુક્કા બોલાવી દીધા છે.

રાજ્યમાં ફરી એક વાર વરસાદનો મોટો રાઉન્ડ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જામનગર અને ગીર સોમનાથમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે તેવી શક્યતા છે.

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. આ સાથે જ 4 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 12 અને 13 જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે

આગાહી મુજબ આજે (10 તારીખે) વલસાડ, દાદરાનગર હવેલી અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ સુરત, તાપી, ડાંગ, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમજ આવતી કાલે (11 તારીખે) જુનાગઢ, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય 11 તારીખે ગીર સોમનાથ, ભરુચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Vicky

Recent Posts

એરંડાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (16-05-2024 ના) એરંડાના બજાર ભાવ

એરંડા Eranda Price 16-05-2024 એરંડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15-05-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

13 mins ago

કપાસના ભાવમાં મંદીનો દોર યથાવત્; જાણો આજના (16-05-2024 ના) કપાસના બજાર ભાવ

કપાસ Cotton Price 16-05-2024 કપાસના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15-05-2024, બુધવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

2 hours ago

ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (16-05-2024 ના) ઘઉંના બજાર ભાવ

લોકવન ઘઉં Ghau Apmc Price લોકવન ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 15-05-2024,…

3 hours ago

તલના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (15-05-2024 ના) તલના બજાર ભાવ

સફેદ તલ Tal Price 15-05-2024 સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 14-05-2024,…

3 hours ago

જીરૂના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો; જાણો આજના (15-05-2024 ના) જીરુંના બજાર ભાવ

જીરૂ Jiru Price 15-05-2024 જીરૂના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 14-05-2024, મંગળવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

4 hours ago

વરીયાળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી; જાણો આજના (15-05-2024 ના) વરીયાળીના બજાર ભાવ

વરીયાળી Variyali Price 15-05-2024 વરીયાળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 14-05-2024, મંગળવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

4 hours ago