આજે અને આવતી કાલે ભારે થી અતિભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં?

WhatsApp Group Join Now

રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. જો કે, વારસાદે ક્યાંક આફત પણ સર્જી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. આ સાથે છેલ્લાં બે-ત્રણ દિવસમાં કચ્છ વિસ્તારમાં પણ વરસાદે ભુક્કા બોલાવી દીધા છે.

રાજ્યમાં ફરી એક વાર વરસાદનો મોટો રાઉન્ડ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જામનગર અને ગીર સોમનાથમાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે તેવી શક્યતા છે.

રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. આ સાથે જ 4 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 12 અને 13 જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે

આગાહી મુજબ આજે (10 તારીખે) વલસાડ, દાદરાનગર હવેલી અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ સુરત, તાપી, ડાંગ, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમજ આવતી કાલે (11 તારીખે) જુનાગઢ, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય 11 તારીખે ગીર સોમનાથ, ભરુચ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment