ગુજરાતમાં મેઘમહેર/ છેલ્લાં છ વર્ષમાં સૌથી વહેલાં ચોમાસાની વિદાય, આવતી કાલે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગની તાજેતરની માહિતી અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ગઈ કાલે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન તેમજ ઉત્તર પશ્ચિમ કચ્છના થોડા ભાગોમાંથી વિદાય લીધી છે. એટલે ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.

ગુજરાત પર અંદાજે ચાર મહિના સુધી હેત વરસાવ્યા બાદ હવે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. નૈઋત્યના ચોમાસાએ મંગળવારે કચ્છમાંથી વિદાય લીધી હતી. હવે આવનારા દિવસોમાં રાજ્યના અન્ય ભાગમાંથી પણ ચોમાસું વિદાય લેશે. ગુજરાતમાં આ વખતે 39.43 ઈંચ સાથે મોસમનો 118% વરસાદ નોંધાયો છે.

છેલ્લા 6 વર્ષમાં આ વખતે ચોમાસાની સૌથી વહેલી વિદાય છે. અગાઉ 2016માં 15 સપ્ટેમ્બર, 2017માં 27 સપ્ટેમ્બર, 2018માં 29 સપ્ટેમ્બર, 2019માં 9 ઓક્ટોબર, 2020માં 28 સપ્ટેમ્બર, 2021માં 6 ઓક્ટોબરના નૈઋત્યના ચોમાસાએ વિદાયની શરૃઆત કરી હતી.

આ વર્ષે 15 ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી ચોમાસું વિદાય લઇ લે તેવી સંભાવના છે. ચોમાસાએ મંગળવારે કચ્છ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાનમાંથી પણ વિદાય લીધી હતી. ગુજરાતમાં આ વખતે જૂનના બીજા સપ્તાહથી નૈઋત્યના ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયો હતો.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ
આ વખતે સમગ્ર રાજ્યમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડયો હોય તેવો એકપણ તાલુકો નથી. 10થી 20 ઈંચ વરસાદ પડયો હોય તેવા 34, 20થી 40 ઈંચ વરસાદ પડયો હોય તેવા 130 અને 40 ઈંચથી વધુ વરસાદ પડયો હોય તેવા 87 તાલુકા છે.

સરેરાશની રીતે સૌથી વધુ વરસાદ પડયો હોય તેવા રીજીયનમાં કચ્છ મોખરે છે. કચ્છમાં 33.25 ઈંચ સાથે સીઝનનો 185 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાંથી સીઝનનો સૌથી ઓછો 93.26 ટકા વરસાદ પડયો છે.

ગુજરાતમાં ગત વર્ષે 98.48 ટકા, 2020માં 136.85 ટકા, 2019માં 146.17 ટકા, 2018માં 76.73 ટકા વરસાદ નોંધાયો હતો. આમ, બે વર્ષ બાદ આ વખતે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર માત્ર આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના છે. આ પછી રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના નહિવત્ છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Vicky

Recent Posts

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના ગોંડલના ભાવ

ગોંડલ Gondal Apmc Rate 07-09-2024 ગોંડલ માર્કેટ યાર્ડ (Gondal APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

9 hours ago

સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ: સોનાના ભાવમાં રૂ. 4,400 રૂપિયાનો જોરદાર ઘટાડો, જાણો આજના સોનાના ભાવ

22 કેરેટ સોનાના ભાવ:- આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1…

10 hours ago

રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ: જાણો આજના 07-09-2024 ના રાજકોટના ભાવ

રાજકોટ Rajkot Apmc Rate 07-09-2024 રાજકોટ માર્કેટ યાર્ડ (Rajkot APMC Market Yard) ના તા. 07-09-2024, શનિવારના બજાર…

13 hours ago

ચણાના ભાવમાં સ્થિરતાનો માહોલ; જાણો આજના (07-09-2024 ના) ચણાના બજાર ભાવ

ચણા Chana Price 07-09-2024 ચણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

14 hours ago

રાયડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (07-09-2024 ના) રાયડાના બજાર ભાવ

રાયડા Rayda Price 07-09-2024 રાયડાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં…

15 hours ago

ધાણાના ભાવમાં સ્થિરતાનો દોર યથાવત્; જાણો આજના (07-09-2024 ના) ધાણાના બજાર ભાવ

ધાણા Dhana Price 07-09-2024 ધાણાના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 06-09-2024, શુક્રવારના  રોજ જેતપુર માર્કેટ યાર્ડમાં…

16 hours ago