દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 40ને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં હવે એસી વગર ઘરમાં રહેવું મુશ્કેલ બની જશે. તમામ લોકો પોતાના ઘરમાં એસી અથવા તો કુલરનો ઉપયોગ કરતા હોય છે.
ગરમીથી બચવા માટે એસી સૌથી બેસ્ટ માનવામાં આવે છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો 1.5 ટનનું એસી લગાવે છે. જો કે તમારા રૂમની સાઈઝ પ્રમાણે AC લગાવવું જોઈએ.
ACની સાથે લોકોને બિલનું પણ ટેન્શન છે.
સતત એસીનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બીલ પણ વધારે આવે છે. એસી ચલાવતા સમયે લોકો તેમના બીલને લઈ પણ ચિંતિત હોય છે. અહીં આપણે 1.5 ટન AC ના 3 સ્ટાર અને 5 સ્ટાર વર્ઝનના આધારે બિલની ગણતરી કરીશું. જેથી કરીને તમે તમારા વીજળી બીલનો સાચો અંદાજ લગાવી શકો.

કોઈપણ એર કંડિશનર ચલાવવાનું બીલ કેટલું વધશે તે તેના પાવર વપરાશ પર આધારિત છે. જો તમે 5 સ્ટાર રેટિંગ સાથે 1.5 ટનનું સ્પ્લિટ AC ઇન્સ્ટોલ કરવા માંગો છો, તો તે પ્રતિ કલાક આશરે 840 વોટ (0.8kWh) વીજળી વાપરે છે.
જો તમે દિવસમાં લગભગ 8 કલાક AC નો ઉપયોગ કરો છો, તો આ હિસાબે તમારું AC એક દિવસમાં 6.4 યુનિટ વીજળી વાપરે છે. જો તમારી જગ્યાએ વીજળીનો દર 7.50 રૂપિયા પ્રતિ યુનિટ છે તો તેના હિસાબે એક દિવસમાં બિલ 48 રૂપિયા અને મહિનામાં અંદાજે 1500 રૂપિયા આવશે.
બીજી તરફ, 3 સ્ટાર રેટિંગ ધરાવતું 1.5 ટનનું AC એક કલાકમાં 1104 વોટ (1.10 kWh) વીજળી વાપરે છે. જો તમે તેને 8 કલાક ચલાવો છો, તો એક દિવસમાં 9 યુનિટ વીજળીનો વપરાશ થશે.
આ હિસાબે એક દિવસમાં 67.5 રૂપિયા અને મહિનામાં 2,000 રૂપિયા બિલ આવશે. AC ખરીદતા પહેલા તમારે તમારા બજેટ અને તેના એનર્જી રેટિંગને પણ ધ્યાનમાં રાખવું જોઈએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ACને સમયાંતરે સર્વિસ કરાવવી જરૂરી છે, નહીં તો AC કોમ્પ્રેસર પર વધુ ભાર રહેશે અને તે બગડી પણ શકે છે. ઉપરાંત, જૂના અથવા સર્વિસ વિનાના એસીનું બિલ વધારે આવશે.
જો તમારે એસીનું બીલ ઓછી આવે તેમ કરવું હોય તો હંમેશા તમારા એસીની સર્વિસ કરાવીને રાખો. સર્વિસ બાદ જ એસીનો ઉપયોગ કરવો જોઈએ આ કારણે એસીના કમ્પ્રેશર પર વધુ પડતો લોડ આવતો નથી અને વીજળીનું બીલ ઓછું આવશે.