જો તમારી પાસે કાર હોય અને આ કાર રસ્તામાં તમને ક્યાંય ઊભી ન રાખે તેવું તમે ઇચ્છતા હોવ તો તેની દેખભાળ રાખવી ખૂબ જરૂરી છે.
જેમની પાસે કાર હોય તેઓમાં કાર સર્વિસિંગ અંગે પણ અમુક મૂંઝવણ હોય છે, કેટલાક લોકો માને છે કે સર્વિસિંગ 10,000 કિમી બાદ થવી જોઈએ અને કેટલાક લોકો માને છે કે સર્વિસિંગ 1 વર્ષ બાદ થવી જોઈએ. આપણે આ પ્રશ્નનો જવાબ જાણવાનો પ્રયાસ કરીએ.

આજે આપણે કાર સર્વિસિંગ સંબંધિત એક કંફ્યુજન દૂર કરીશું. જેમાં ઘણા લોકો એવું વિચારતા હોય છે કે આપણી ગાડી ઓછી ફરે છે, તેથી આપણે 10 હજાર કિલોમીટર બાદ જ તેની સર્વિસ કરાવીશું, પરંતુ આવું વિચારવું ખોટું છે.
કાર સર્વિસિંગનો યોગ્ય સમય કયો?
જો કારની રનિંગ ઓછી છે, તો આવી સ્થિતિમાં તમારે 10,000 કિલોમીટર રાહ જોવાની જરૂર નથી. ધારો કે એક વર્ષમાં તમારી કાર માત્ર 5000 કિમી ફરે છે, તો શું તમે બે વર્ષ બાદ તેની સર્વિસ કરાવશો? જો તમને એવુ લાગતું હોય તો તમે ખોટા છો. ભલે કાર ઓછી ફરતી હોય તેમ છતા છેલ્લી સર્વિસના 1 વર્ષ પૂરા થયા બાદ ફરીથી સર્વિસ કરાવી દો.
જો સર્વિસિંગ સમયસર ન કરવામાં આવે તો ઓઇલ જૂનું થવા લાગે છે જે તમારા વાહનના પરફોર્મેન્સ અને માઇલેજ બંને પર ખરાબ અસર કરી શકે છે.
જો તમારી કાર વધુ ફરતી હોય તો 1 વર્ષની રાહ ન જુઓ. 10000 કિમી પછી કારની સર્વિસ કરાવી દો. કેમ કે સમયસર કારની સર્વિસ ન કરાવવાને કારણે એન્જિન ઓઈલ ખતમ થઈ જાય તો કારને નુકસાન થઈ શકે છે અને એન્જિનને પણ ખરાબ અસર થઈ શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો કારની સર્વિસ સમયસર ન કરાવવામાં આવે તો ફ્યુઅલનો વપરાશ વધી શકે છે અને કારમાં ટેકનિકલ સમસ્યાઓ પણ આવી શકે છે. જો તમે યોગ્ય સમયે સર્વિસ કરાવો છો તો એન્જિન સારી સ્થિતિમાં રહેશે અને કાર ક્યારેય તમને અધવચ્ચે ઊભા નહીં રાખે.
કાર સર્વિસિંગ દરમિયાન ફક્ત એન્જિન ઓઈલ જ ચેન્જ કરવામાં નથી આવતું પરંતુ કારને પણ સારી રીતે તપાસવામાં આવે છે કે તેમાં કોઈ સમસ્યા તો નથી ને.










