12 પાસ ઉમેદવારો તૈયાર રહેજો! CISRમાં પડી ભરતી, આ રીતે ફટાફટ કરો એપ્લાય…

WhatsApp Group Join Now

કાંઉસિલ ઓફ સાઈન્ટીફિક એન્ડ અને ઔદ્યોગિક સંશોધન પરિષદ એટલે કે CSIR-CRRE (સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)માં એ જગ્યાઓ માટે ભરતી પડી છે. જેના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

આ ભરતીમાં જુનિયર સચિવાલય સહાયક અને જુનિયર સ્ટેનોગ્રાફરની કુલ 209 જગ્યાઓ ભરવામાં આવશે. લાયક ઉમેદવારો CSIR-CRRE ની સત્તાવાર વેબસાઇટ, cridom.gov.in ની મુલાકાત લઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

આ તારીખો નોંધી લો

  1. ઓનલાઈન રજિસ્ટ્રેશન, ઓનલાઈન અરજી સબમિશન અને ફી ચુકવણીની શરૂઆત: 22 માર્ચ 2025 (સવારે 10 વાગ્યાથી શરુ)
  2. ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 21 એપ્રિલ 2025 (સાંજે 5 વાગ્યા સુધીમાં)
  3. લેખિત પરીક્ષા તારીખ (કમ્પ્યુટર આધારિત પરીક્ષા): મે/જૂન 2025
  4. કમ્પ્યુટર/સ્ટેનોગ્રાફીમાં પ્રૉફિશિયન્સી પરીક્ષાની તારીખ: જૂન 2025

ખાલી જગ્યાની વિગતો

જુનિયર સચિવાલય સહાયક

  • પોસ્ટ્સની સંખ્યા: 177
  • પગાર: 19,900- 63,200 રૂપિયા

જુનિયર સ્ટેનોગ્રાફર

  • પોસ્ટ્સની સંખ્યા: 32
  • પગાર: 25,500 રૂપિયા – 81,100 રૂપિયા

પાત્રતાના માપદંડ

શૈક્ષણિક લાયકાત- જુનિયર સચિવાલય સહાયકની જગ્યા માટે ઉમેદવાર 12મું પાસ હોવો જોઈએ અને DOPT દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ કમ્પ્યુટર ટાઇપિંગ અને ઉપયોગમાં દક્ષતા ધરાવતો હોવો જોઈએ.

જ્યારે જુનિયર સ્ટેનોગ્રાફર માટે ઉમેદવાર 12મું પાસ હોવો જોઈએ અને DOPT દ્વારા નિર્ધારિત ધોરણો અનુસાર સ્ટેનોગ્રાફીમાં દક્ષતા ધરાવતો હોવો જોઈએ.

વય મર્યાદા

જુનિયર સચિવાલય સહાયક અને જુનિયર સ્ટેનોગ્રાફર માટે મહત્તમ વય મર્યાદા 28 વર્ષ હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા શું?

આ જગ્યાઓ માટેની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા દ્વારા નક્કી કરાયેલ મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. આ સિવાય ઉમેદવારોએ સ્ટેનોગ્રાફીમાં પ્રવીણતા પરીક્ષા પાસ કરવી પડશે, જે એક જરૂરી લાયકાત છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આ ભરતીની નોટીફિકેશન કહેવામાં આવ્યું છે કે, ‘પસંદ કરાયેલા ઉમેદવારો ચાર્જ સંભાળ્યાની તારીખથી બે વર્ષના સમયગાળા માટે પ્રોબેશન પર રહેશે.’ બાદમાં આ પ્રોબેશન સમયગાળો વધારી કે ઘટાડી પણ શકાય છે.

પ્રોબેશન સમયગાળો સફળતાપૂર્વક પૂરો કર્યા બાદ ઉમેદવારોને હાલના નિયમો અનુસાર કાયમી નોકરી માટે વિચાર કરવામાં આવશે

WhatsApp Group Join Now

Leave a Comment