19 વર્ષીય ઈન્ડિયન બેટ્સમેને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ ટૂર્નામેન્ટમાં સદી ફટકારનાર પહેલી ખેલાડી બની…

WhatsApp Group Join Now

ભારતીય ખેલાડીઓ ક્રિકેટમાં સફળતાના નવા પરિમાણો બનાવી રહ્યા છે. આ ક્રમમાં ભારતની આક્રમક બેટ્સમેનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. આ શક્તિશાળી બેટ્સમેન ફક્ત 19 વર્ષની છે.

આટલી નાની ઉંમરે, આ ખેલાડીએ એક એવું પરાક્રમ કર્યું છે જે પહેલાં ક્યારેય નહતું થયું. ICC U19 મહિલા T20 વર્લ્ડ કપ હાલમાં મલેશિયામાં ચાલી રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારત સહિત 16 ટીમો ભાગ લઈ રહી છે.

આ ટૂર્નામેન્ટ 18 જાન્યુઆરીએ શરૂ થઈ હતી.

16 ટીમોમાંથી 12 ટીમો જ સુપર સિક્સ રાઉન્ડમાં સ્થાન મેળવી શકી હતી. જેમાં 6-6 ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. આમાં ટીમ ઈન્ડિયાનો પણ સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાએ સુપર સિક્સ રાઉન્ડમાં પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને મોટા માર્જીનથી હરાવ્યું હતું.

હવે આજે (28 જાન્યુઆરી) ભારતે તેની બીજી મેચમાં સ્કોટલેન્ડને પણ મોટા માર્જીનથી હરાવ્યું છે. આ મેચમાં ભારતીય ઓપનર ગોંગડી ત્રિશાએ તોફાની સદી ફટકારીને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

ટૂર્નામેન્ટમાં સદી ફટકારનાર પહેલી ખેલાડી

ટોસ હારીને બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ, ગોંગડી ત્રિશા અને જી કમલિનીની ઓપનિંગ જોડીએ ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી. બંનેએ માત્ર 13 ઓવરમાં 139 રન બનાવ્યા હતા. આ દરમિયાન, ગોંગડી ત્રિશાએ અડધી સદી પૂર્ણ કરી હતી. 14મી ઓવરમાં કમલિની આઉટ થઈ ગઈ હોવા છતાં, ત્રિશાની વિસ્ફોટક બેટિંગ ચાલુ રહી.

આ પછી, ગોંગડી ત્રિશાએ 18મી ઓવરમાં સદી ફટકારીને ICC U19 મહિલા T20 વર્લ્ડ કપમાં નવો ઇતિહાસ રચ્યો. ગોંગડી ત્રિશા U19 મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સદી ફટકારનારી વિશ્વની પ્રથમ ખેલાડી બની. આ પહેલા કોઈ પણ બેટ્સમેન 100 રનનો આંકડો નહતી સ્પર્શી શકી.

ભારતે 209 રનનો ટાર્ગેટ આપ્યો

યુવા ઓપનર ગોંગડી ત્રિશાએ 59 બોલમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 110 રનની અણનમ ઈનિંગ રમી. આ સદીની મદદથી ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 208 રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી. સાનિકા ચાલ્કે 29 રન બનાવીને અણનમ રહી. તેણે પોતાની ટૂંકી ઈનિંગમાં 5 ચોગ્ગા ફટકાર્યા.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

આમ, ભારતે સ્કોટલેન્ડને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ચેઝ કરવા મેદાનમાં ઉતારેલી ટીમ માત્ર 58 જ બનાવી શકે અને ટીમ ઈન્ડિયાએ 150 રનથી આ મેચ જીતી લીધી.

ટીમ ઈન્ડિયાની શાનદાર બોલિંગ

ટીમ ઈન્ડિયાની ઘાતક બોલર આયુષીએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે સ્કોટલેન્ડ સામે 3 ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેણે માત્ર 8 રન આપીને 4 વિકેટ લીધી.

આયુષીની સાથે વૈષ્ણવી શર્માએ પણ શાનદાર બોલિંગ કરી. તેણે 2 ઓવરમાં 5 રન આપીને 3 વિકેટ લીધી. ત્રિશાએ ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવી હતી. સદી ફટકાર્યા પછી, તેણે 3 વિકેટ પણ લીધી. ત્રિશાએ 2 ઓવરમાં 6 રન આપ્યા હતા.

મહિલા અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

110* (59) – ગોંગડી ત્રિશા vs સ્કોટલેન્ડ, 2025
93 (56) – ગ્રેસ સ્ક્રિવેન્સ vs આયર્લેન્ડ, 2023
92* (57) – શ્વેતા સેહરાવત vs સાઉથ આફ્રિકા, 2023

WhatsApp Group Join Now

Leave a Comment