દરેક સરકારી કર્મચારીઓ એ જ વાતની રાહ જોઈને બેઠા છે કે ક્યારે આઠમું પગારપંચ આવે અને લાગુ થાય. સામાન્ય રીતે દર 10 વર્ષે સરકાર નવું પગાર પંચ સ્થાપિત કરે છે. હાલનું 7મું પગારપંચ 2014માં આવ્યું હતું અને તેના સૂચનો 2016માં લાગૂ પડ્યા હતા.
લાંબા સમયથી એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનધારકો 8માં પગારપંચની રાહ જોઈ રહ્યા છે. આ 8મુ પગારપંચ લાગુ થતા જ તેમના પગારમાં વધારો થઈ જશે.

વધતી મોંઘવારીને જોતાં સેલેરી હાઈકની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે, 7માં પગારપંચને જાન્યુઆરી 2026માં 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
જાણો ક્યારે જાહેર થશે 8મું પગારપંચ?
સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દર 10 વર્ષે એક પગારપંચની રચના કરે છે. હાલ ચાલી રહેલા 7માં પગારપંચની રચના વર્ષ 2014માં થઈ હતી અને તેની ભલામણો જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી. જે 1 જાન્યુઆરી, 2006ના રોજ લાગુ કરવામાં આવેલા છઠ્ઠા પગારપંચના 10 વર્ષ બાદ થયું હતું.
ત્યારે હવે દેશના કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનધારકોની માંગ છે કે હવે 8માં પગારપંચની રચના કરી દેવી જોઈએ, જેથી જાન્યુઆરી 2026 સુધી તેને લાગુ કરી શકાય. કારણ કે પેનલને ભલામણો આપવા ઘણા મહિના લાગી શકે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જોકે, રિપોર્ટ્સ અનુસાર, 8માં પગારપંચની રચના વર્ષ 2025માં થાય તેવી સંભાવનાઓ છે. આ રિપોર્ટ ત્યારે આવ્યો છે, જ્યારે સરકારે હજી સુધી 8માં પગારપંચની રચના કરી હોવાનો ઇનકાર કર્યો છે.
એમ્પ્લોઈ યુનિયનના એક સિનિયર મેમ્બરે જણાવ્યું કે કેન્દ્ર સરકારના ઘણા કર્મચારીઓના પ્રતિનિધિઓએ તાજેતરમાં જ કેબિનેટ સચિવ સાથે મુલાકાત કરીને 8માં પગારપંચની માંગ કરી છે.
યુનિયન મેમ્બરે કહ્યું કે, “સેક્રેટરીએ કહ્યું કે વર્ષ 2026 ‘ઘણું દૂર’ છે અને હાલ પગારપંચની રચના કરવી ખૂબ જલ્દી હશે.” તેમણે ઉમેર્યું કે 8માં પગાર પંચની રચના આગામી વર્ષે થાય તેવી સંભાવના છે.