ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો આજે 35મો જન્મદિવસ છે. વિરાટ કોહલી આજે એટલે કે 5 નવેમ્બરે 35 વર્ષનો થઈ ગયો છે. તેની પત્ની અનુષ્કા શર્માએ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં વિરાટ કોહલીને તેના 35માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
અનુષ્કા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીને તેના 35માં જન્મદિવસ પર અભિનંદન આપતા રોમેન્ટિક પોસ્ટ શેર કરી છે. અનુષ્કા શર્માએ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ ફેન્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શક્યા નથી.
અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના રેકોર્ડ એલર્ટનો સ્ક્રીન શોટ શેર કર્યો છે. આ સ્ક્રીન શોટમાં માહિતી આપવામાં આવી છે કે વિરાટ કોહલી વિશ્વનો એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે ટી20 ઈન્ટરનેશનલમાં બોલ ફેંક્યા વગર વિકેટ લીધી છે.
2011માં વિરાટ કોહલીએ ટી20 ઈન્ટરનેશનલમાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન કેવિન પીટરસનની વિકેટ પણ લીગલ બોલ નાખ્યા વગર લઈ લીધી હતી. વાસ્તવમાં કોહલીએ વાઈડ બોલ નાખ્યો હતો, જેના પર કેવિન પીટરસન આગળ વધીને શોટ લેવાનો પ્રયાસ કરતા સ્ટમ્પ થઈ ગયો હતો.
વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા અનુષ્કા શર્માએ તેની પોસ્ટમાં લખ્યું, ‘તે તેના જીવનની દરેક ભૂમિકામાં ખરેખર અસાધારણ છે! અને આ રીતે તે પોતાની અદ્ભુત યાત્રામાં વધુ ચમકતા પીંછા ઉમેરી રહ્યો છે. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને જીવનની બહાર અને અવિરતપણે કરું છું. દરેક આકારમાં, રૂપમાં, દરેક વસ્તુ દ્વારા, તે ગમે તે હોય, હું તને ખૂબ પ્રેમ કરું છું. પત્ની અનુષ્કા શર્માની આ પોસ્ટ પર વિરાટ કોહલીએ પણ રોમેન્ટિક પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્માની પોસ્ટ પર હૃદય અને સલામ ઇમોજીસ સાથે પ્રતિક્રિયા આપી છે.