સફેદ બોલની ક્રિકેટમાં વિરાત કોહલીનો મહારેકોર્ડ, 50 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો

WhatsApp Group Join Now

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સૌથી ઓછી ઇનિંગ્સમાં 49 ODI સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં તેની ODI કારકિર્દીની પ્રથમ સદી પણ ફટકારી હતી.

કોહલીએ પોતાના 35માં જન્મદિવસના અવસર પર રેકોર્ડ સદીની ભેટ આપી હતી. વિરાટે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની 37મી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે તેની 49મી સદી ફટકારી હતી. કોહલીએ 119 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વિરાટના નામે ODIમાં 49 અને T20 ઈન્ટરનેશનલમાં એક સદી છે. સફેદ બોલની ક્રિકેટમાં 50 સદી ફટકારનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

વિરાટ કોહલીને તેના જન્મદિવસના અવસર પર ઘણી બધી શુભેચ્છાઓ મળી રહી છે. 35 વર્ષીય કોહલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારાઓમાં BCCI, ICC, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, આર અશ્વિન, પત્ની અનુષ્કા શર્મા વગેરેનો સમાવેશ થાય છે.

35 વર્ષીય કોહલી વર્તમાન વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. તેણે 500થી વધુ રન બનાવ્યા છે. કોહલી આજે સૌથી ઓછી ઇનિંગ્સમાં તેની 49મી ODI સદી ફટકારી શકે છે.

WhatsApp Group Join Now

Leave a Comment