પાકિસ્તાન ક્રિકેટનો મોટો નિર્ણય, હવે ઈન્ઝમામની જગ્યાએ આ દિગ્ગજ ખેલાડી બન્યો નવો ચીફ સિલેક્ટર!

WhatsApp Group Join Now

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ શુક્રવારે મહાન બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકનું રાજીનામું સ્વીકાર્યા બાદ દેશના ભૂતપૂર્વ ઝડપી બોલર વહાબ રિયાઝને મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કર્યા છે.

પીસીબીએ હિતોના ટકરાવની તપાસ શરૂ કર્યા બાદ ઈન્ઝમામ ઉલ હકે 30 ઓક્ટોબરે રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઈન્ઝમામ ઉલ હક ખેલાડીઓનું સંચાલન કરતી કંપની સાથે સંકળાયેલા છે, જેના કારણે હિતોના સંઘર્ષની તપાસ શરૂ કરવામાં આવી હતી.

પાકિસ્તાન ક્રિકેટનો મોટો નિર્ણય
વહાબ રિયાઝ (38 વર્ષ)ની પ્રથમ જવાબદારી ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ પ્રવાસ અને ન્યુઝીલેન્ડમાં ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ટીમની પસંદગીની રહેશે. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયામાં 14 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી ટેસ્ટ શ્રેણી રમશે, ત્યારબાદ તેણે 12 થી 21 જાન્યુઆરી સુધી ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવાની છે.

પીસીબી રિયાઝની સલાહ લીધા બાદ થોડા દિવસોમાં અન્ય રાષ્ટ્રીય પસંદગીકારોની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. વહાબ રિયાઝ 2020 થી પાકિસ્તાન માટે રમ્યો નથી, પરંતુ તે પાકિસ્તાન સુપર લીગમાં સક્રિય છે અને તે ગયા વર્ષે સ્થાનિક લિસ્ટ A મેચોમાં પણ રમ્યો હતો.

વહાબ રિયાઝે 27 ટેસ્ટ, 91 વનડે અને 36 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. વહાબ રિયાઝ સતત ત્રણ વર્લ્ડ કપ રમ્યા જેમાં તેણે 35 વિકેટ લીધી હતી. વહાબ રિયાઝ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો એ જ ફાસ્ટ બોલર છે, જેણે ભારત સામે 2011 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં 46 રન આપીને ભારતના 5 મોટા બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

આ સમયગાળા દરમિયાન વહાબ રિયાઝે વીરેન્દ્ર સેહવાગ (38 રન), વિરાટ કોહલી (9 રન), યુવરાજ સિંહ (0 રન), મહેન્દ્ર સિંહ ધોની (25 રન) અને ઝહીર ખાન (9 રન)ને આઉટ કર્યા હતા.

WhatsApp Group Join Now

Leave a Comment