IDFC ફર્સ્ટ બેંકના ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર; જાણો શું?

WhatsApp Group Join Now

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ IDFC ફર્સ્ટ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ સિવાય રિઝર્વ બેંકે LIC હાઉસિંગ ફાઇનાન્સ પર 49.70 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

સેન્ટ્રલ બેંક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે IDFC ફર્સ્ટ બેંક પર ‘લોન્સ અને એડવાન્સિસ – સ્ટેચ્યુટરી એન્ડ અધર રિસ્ટ્રિક્શન્સ’ પર અમુક સૂચનાઓનું પાલન ન કરવા બદલ આ દંડ લાદવામાં આવ્યો છે.

RBI તરફથી અન્ય એક નિવેદનમાં એવું કહેવામાં આવ્યું હતું કે LIC હાઉસિંગ ફાઇનાન્સ પર ‘નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની – હાઉસિંગ ફાઇનાન્સ કંપની (રિઝર્વ બેંક) માર્ગદર્શિકા, 2021’ ની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે. બંને કિસ્સાઓમાં, નિયમનકારી નિયમોનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે. તેનો હેતુ સંબંધિત ગ્રાહકો સાથેના કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતાને અસર કરવાનો નથી.

તાજેતરમાં જ આરબીઆઈએ નિયમોનું પાલન ન કરવા બદલ જાહેર ક્ષેત્રની એસબીઆઈ અને ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંક પર દંડ પણ લગાવ્યો હતો.

આ સિવાય આરબીઆઈએ ચાર NBFCs કુંડલ્સ મોટર ફાઈનાન્સ, નિત્યા ફાઈનાન્સ, ભાટિયા હાયર પરચેઝ અને જીવનજ્યોતિ ડિપોઝિટ એન્ડ એડવાન્સિસનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર રદ કર્યું છે. RBI દ્વારા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ્દ કર્યા પછી કંપનીઓ હવે NBFC બિઝનેસ નહીં કરી શકે.

તેમજ, અન્ય પાંચ NBFC – ગ્રોઇંગ ઓપોર્ચ્યુનિટી ફાઇનાન્સ (ઇન્ડિયા), ઇન્વેલ કોમર્શિયલ, મોહન ફાઇનાન્સ, સરસ્વતી પ્રોપર્ટીઝ અને ક્વિકર માર્કેટિંગે તેમના નોંધણી પ્રમાણપત્રો પરત કર્યા છે.

ગ્રાહકો પર શું અસર થશે?

IDFC ફર્સ્ટ બેંક અને LIC હાઉસિંગ પર દંડ લાદવાને બેંકના ગ્રાહકો સાથે કોઈ લેવાદેવા નથી. નિયમોનું પાલન ન કરવા બદલ બેંક પર દંડ ફટકારવામાં આવ્યો છે. બેંક ગ્રાહકો પર તેની કોઈ દેખીતી અસર નહીં થાય.

તમને જણાવી દઈએ કે RBI દ્વારા દંડ લગાવવાનો હેતુ ગ્રાહકોને નુકસાન પહોંચાડવાનો નથી પરંતુ બેંકોને નિયમોનું પાલન કરવા અને ગ્રાહકોના હિતોની રક્ષા કરવા માટે પ્રેરિત કરવાનો છે.

WhatsApp Group Join Now

Leave a Comment