વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં PM વિદ્યાલક્ષ્મી નામની નવી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના દ્વારા હવે પાત્ર વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ માટે હવે વિદ્યાર્થીઓને ગેરેન્ટરની પણ જરૂર નહીં પડે. ચાલો જાણીએ કે વિદ્યાર્થીઓ આ માટે કેવી રીતે અરજી કરી શકે છે. આ વિદ્યાર્થીઓ પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ મેળવી શકે છે
જે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માગે છે, તેમની કુટુંબની આવક વાર્ષિક રૂ. 8 લાખથી ઓછી હોવી જોઈએ.
આ સિવાય વિદ્યાર્થી જે સંસ્થામાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ લેવા માંગે છે તે સંસ્થા NIRF રેન્કિંગમાં ઓલ ઈન્ડિયા 100 અને સ્ટેટ 200માં હોવી જોઈએ અને તે સરકારી સંસ્થા હોવી જોઈએ.
ભારત સરકાર રૂ. 7.5 લાખ સુધીની લોન માટે 75 ટકા ક્રેડિટ ગેરંટી આપશે. ઉપરાંત, વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લોન લેવા માટે કોઈ ગેરેન્ટરની જરૂર નથી.
PM વિદ્યાલક્ષ્મી યોજના માટે કેવી રીતે અરજી કરવી?
પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના માટે, સૌ પ્રથમ તમારે આ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. https://www.vidyalakshmi.co.in/ પર ક્લિક કરીને તમે આ યોજનાની વેબસાઇટ પર પહોંચી જશો.
આ પછી, તમારે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને એકવાર ફોર્મ ખુલે, બધી જરૂરી માહિતી ભરો. પછી બધા દસ્તાવેજો જોડો અને સબમિટ કરો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
અરજી કરવા માટે, તમારે ઓળખ કાર્ડ (આધાર કાર્ડ અથવા પાસપોર્ટ), આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર વગેરે જેવા કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે.
22 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે
દેશની 860 મોટી ઉચ્ચ સંસ્થાઓના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ મળશે.
આ યોજના NIRF (નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક) ના તમામ કેટેગરી-વિશિષ્ટ અને વિષય-વિશિષ્ટ રેન્કિંગમાં ટોપ-100 માં ક્રમાંકિત તમામ HEI, જાહેર અને ખાનગીને આવરી લે છે.
હવે વિદ્યાર્થીઓને આર્થિક તંગીના કારણે સમસ્યાનો સામનો કરવો નહીં પડે અને તેઓ હવે IIT અને IIM સહિતની ઉચ્ચ સંસ્થાઓ અને અન્ય કોલેજોમાં એડમિશન લઈ શકશે.