EPFOમાં જમા રકમ ઉપાડવામાં આવતી સમસ્યાઓમાં હવે રાહત મળશે. કેમ કે, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન તેના સોફ્ટવેરને અપગ્રેડ કરી રહ્યું છે, જેથી નવા સોફ્ટવેર મોડ્યુલમાં ઈપીએફઓના સભ્યના UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) નંબર દ્વારા એકાઉન્ટિંગ શક્ય બનશે અને તેનાથી ક્લેઈમ સેટલમેન્ટ સરળ થશે.
નવા સોફ્ટવેરને લીધે એક સભ્ય, એક એકાઉન્ટની સિસ્ટમ લાગુ કરી શકાશે, જેથી ભવિષ્ય નિધિમાંથી ક્લેમ સેટલમેન્ટમાં આવતી સમસ્યાઓથી છુટકારો મળશે.
એેમ્પ્લોય પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન CITES 2.01 પ્રોજેક્ટ પર કામ કરી રહ્યુ છે. જેના હેઠળ EPFO તેના હાર્ડવેરથી લઈને સોફ્ટવેર સુધી દરેક વસ્તુ અપગ્રેડ કરી રહ્યું છે.
CITES 2.01 પ્રોજેક્ટમાં એક નવી ઓપરેટિંગ સિસ્ટમ તૈનાત કરવામાં આવી રહી છે. જેનાથી ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ મળશે અને EPFOમાંથી તેમના પૈસા ઉપાડવામાં આવતી મુશ્કેલીઓમાંથી સબસ્ક્રાઇબર્સને રાહત મળશે.
સોફ્ટવેર અપગ્રેડ થયા બાદ UAN નંબર દ્વારા એકાઉન્ટિંગ કરી શકાશે. જેના લીધે એક સભ્ય, એક એકાઉન્ટની સિસ્ટમ તૈયાર થશે. નવા સોફ્ટવેરને કારણે ક્લેમ સેટલ કરવામાં લોકોને સરળતા રહેશે.
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તેના દરેક સભ્યોને UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) નંબર પ્રોવાઈડ કરે છે. EPFO તેના સભ્યોને નોકરી બદલવા પર નવા UAN નંબર માટે અરજી નહીં કરવાની સલાહ આપે છે કારણ કે સભ્ય પાસે માત્ર એક જ UAN નંબર હોવો જોઈએ.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
જો કોઈ કર્મચારી પાસે બે UAN નંબર હોય તો તેને નવા નંબરને જૂના UAN નંબર સાથે મર્જ કરવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ કર્મચારી પાસે બે UAN નંબર હોવાને કારણે સભ્યને પ્રોવિડન્ટ ફંડના ક્લેમ સેટલમેન્ટ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ક્લેમ નકારી કાઢવામાં આવે છે.
તાજેતરમાં, EPFOએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સબસ્ક્રાઇબર્સને નોકરી બદલ્યા બાદ અને નવી જગ્યાએ જોડાયા બાદ નવો UAN નંબર જનરેટ ન કરવા જણાવ્યું છે. સભ્ય પાસે એકથી વધુ UAN નંબર હોવો જોઈએ.