કેન્દ્ર સરકારે વર્ષ 2004માં સરકારી કર્મચારીઓ માટે National Pension System (NPS) સ્કીમ અમલમાં મૂકી હતી જે વર્ષ 2009 થી સામાન્ય લોકો માટે પણ શરૂ કરાઇ છે ત્યારે આ NPS સ્કીમમાં બે રીતે રોકાણ થઈ શકે છે, તમે ટિયર 1 અને ટિયર 2 માંથી એક વિકલ્પ પસંદ કરીને રોકાણ કરી શકો છો.
ક્યારે શરૂ થઈ આ સ્કીમ?
કેન્દ્ર સરકારે વર્ષ 2004 માં સરકારી કર્મચારીઓ માટે અને 2009 માં સામાન્ય લોકો માટે NPS સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી તેમ ટિયર 1 અને ટિયર 2 એમ બે વિકલ્પો છે નિવેશ કરવા માટે.
કોણ કરી શકે છે આમાં નિવેશ?
nps સ્કીમમાં સારું વળતર, આરામદાયક સુવિધા અને ટેક્સમાં ફાયદો મળે છે. આ સ્કીમમાં 18 થી લઈને 60 વર્ષનું ઉંમર સુધીના લોકો આ યોજનામાં રોકાણ કરી શકે છે.
nps એકાઉન્ટ ઓનલાઈન અને ઓફલાઇન બંને રીતે ખોલાવી શકાય છે. ઓફલાઇન મોડમાં એકાઉન્ટ ખોલવા માટે તમારે પોસ્ટ ઓફિસ ને બેંકમાં જવું પડશે જ્યારે ઓનલાઈન તમે ઘરે બેઠા જ ખોલી શકો છો.
કેવી રીતે કરશો રોકાણ?
NPS માં 2 પ્રકારના ખાતા હોય છે – ટિયર 1 અને ટિયર 2 . ટિયર 1 નું એકાઉન્ટ સૌથી પહેલા ખોલાવવું જરૂરી છે તે પછી જ તમે ટિયર 2 નું એકાઉન્ટ ઓપન કરી શકશો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
ટિયર 1 એ પેન્શન એકાઉન્ટ છે જે અનિવાર્ય છે તેમાંથી પૈસા ઉપાડી શકાશે નહીં પરંતુ ટિયર 2 એક સ્વૈચ્છિક સેવિંગ એકાઉન્ટ છે જેમાં તમે ચાહો તો પૈસા ઉપાડી શકો છો. આ સ્કીમમાં માત્ર 1000 રૂપિયાથી રોકાણ કરી શકાશે.
NPS સ્કીમમાં રિટર્ન
NPSસ્કીમ અંતર્ગત રિટર્ન એ સંપૂર્ણ રીતે બજાર પર નિર્ભર છે એટલે કે પેન્શન ફંડ યોજનાના લાભો એકંદરે કરેલા યોગદાન અને રોકાણ વૃદ્ધિ પર આધાર રાખે છે.