બજાજે આ વર્ષે જુલાઈમાં વિશ્વની પ્રથમ CNG બાઇક Bajaj Freedom 125 લોન્ચ કરી હતી. આ બાઇકને માર્કેટમાં 95,000 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. હવે આ બાઇક ખરીદવી વધુ સસ્તી થઈ ગઈ છે, કારણ કે બજાજે ફ્રીડમ 125ની કિંમતમાં ઘટાડો કર્યો છે.
બજાજે આ વર્ષે જુલાઈમાં વિશ્વની પ્રથમ CNG બાઇક Bajaj Freedom 125 લોન્ચ કરી હતી. આ બાઇકને માર્કેટમાં 95,000 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી હતી.
આ બાઈકની સૌથી મોટી ખાસિયત તેની માઈલેજ છે, કારણ કે CNG અને પેટ્રોલ સાથે આ બાઇક ફુલ ટાંકીમાં 330 કિલોમીટરનું અંતર કાપી શકે છે. હવે આ બાઇક ખરીદવી વધુ સસ્તી થઈ ગઈ છે, કારણ કે બજાજે ફ્રીડમ 125ની કિંમતમાં ઘટાડો કર્યો છે.
બજાજે Freedom 125 CNG બાઇકની કિંમતમાં 10,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા વર્ષ પહેલા આ મોટો ઘટાડો ગણી શકાય. 95,000 રૂપિયા (એક્સ-શોરૂમ) માં લોન્ચ થયાના માત્ર 5 મહિના પછી આ બાઇક 10,000 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. આ ઘટાડો તેના ડ્રમ અને ડ્રમ LED વેરિઅન્ટ્સ પર લાગુ થશે.
બજાજ ફ્રીડમ 125ના ડ્રમ વેરિઅન્ટમાં 5,000 રૂપિયાનો ઘટાડો કરાયો છે, તેથી તેની એક્સ-શોરૂમ કિંમત 90,000 રૂપિયા થઈ ગઈ છે. સૌથી મોટો ઘટાડો ડ્રમ LED વેરિઅન્ટમાં કરાયો છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
તેની કિંમતમાં રૂ.10,000નો ઘટાડો થયો છે. હવે ડ્રમ LED વેરિઅન્ટની નવી એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.05 લાખને બદલે રૂ. 95,000 છે.
બજાજે અત્યાર સુધીમાં 35,000થી વધુ ફ્રીડમ 125 CNG બાઇકનું વેચાણ કર્યું છે. તેમાં 125cc પેટ્રોલ એન્જિન છે અને સીટની નીચે CNG ટાંકી છે. આ બાઇક 2 kg CNG ટાંકી અને 2 લિટર પેટ્રોલ ટાંકી સાથે આવે છે.
CNG પર તેનું માઇલેજ 102 km/kg છે, જ્યારે પેટ્રોલ પર આ બાઇક 64 km/liter માઇલેજ આપે છે. આ બાઇક CNG પર 200 કિમી અને પેટ્રોલ પર 130 કિમી સુધી ચાલી શકે છે.