લાંબો સમય પેશાબ અટકાવી રાખવાથી શરીરમાં કેવી અસર પડે? પેશાબ રોકી રાકવાથી ક્યાં ક્યાં નુકસાન થાય?

WhatsApp Group Join Now

પેશાબ લાંબો સમય અટકાવી રાખો તો તેની શરીરમાં કેવી અસર પડે એ જાણો છો? ન જાણતા હોવ તો જાણી લો. તમારામાંથી અનેકને એવો પ્રત્યક્ષ અનુભવ થયો હશે કે પેશાબનું પ્રેશન આવ્યું હોય પરંતુ કોઈને કોઈ કારણસર બાથરૂમમાં જઈ ન શકાય.

ક્યારેક બહાર હોઈએ અને આસપાસ ક્યાંય બાથરૂમ ન મળે, અથવા ક્યારેક ઑફિસના કામનું ભારે દબાણ હોય તો પેશાબ અટકાવીને બેસી રહેવું પડે વગેરે. પરંતુ પેશાબને આ રીતે લાંબો સમય અટકાવવો એ શરીર માટે કેટલું હાનીકારક છે એ જાણો છો?

પેશાબ કેટલો સમય સુધી અટકાવી રખાય?

પહેલો પ્રશ્ન તો એ છે કે પેશાબ કેટલો સમય સુધી અટકાવી શકાય? આપણો પેશાબનો માર્ગ ખુલ્લો હોય છે. વાસ્તવમાં તે જમરુખ આકારનું અંગ હોય છે જેને પેશાબમાર્ગ કહેવાય છે. આ જગ્યાએ પેશાબ સંગ્રહ થયા કરે છે, પરંતુ તેનું પ્રમાણ બે કપ જેટલું થઈ જાય તો તેને કાઢવું જરૂરી હોય છે.

અલબત્ત, કેટલાક સંજોગોમાં તેને અમુક સમય સુધી અટકાવી રાખી શકાય છે. તેની પાછળની હકીકત એ છે કે, આ અંગ અડધું ભરાય ત્યારથી આપણને પેશાબ જવાની ઈચ્છા થવા લાગે છે.

પેશાબ વધારે સમય અટકાવી રાખો તો શું થાય?

તમને વારંવાર પેશાબને લાંબા સમય સુધી અટકાવી રાખવાની ટેવ હોય તો તમારું એ બ્લૅડર ખેંચાય છે અને પરિણામે સ્નાયુ નબળા પડે છે. સમય જતાં તમારું એ બ્લૅડર સંપૂર્ણ ખાલી થવાનું બંધ થઈ જાય છે. પરિણામે થોડો પેશાબ એ જગ્યાએ રહી જ જાય છે અને તમે બ્લૅડર સંપૂર્ણ ખાલી કરી શકતા નથી.

પેશાબને અટકાવી રાખવાની ટેવથી ભવિષ્યમાં દુખાવો થઈ શકે છે અથવા બ્લૅડર કે કિડનીમાં મુશ્કેલી ઊભી થાય છે. લાંબા સમય સુધી પેશાબ અટકાવી રાખ્યા બાદ તમે બાથરૂમમાં જાવ ત્યારે પેશાબ કરતી વખતે દુખાવો પણ થઈ શકે. તે ઉપરાંત સ્નાયુઓ નબળા પડ્યા હોવાથી તમારું બ્લૅડર ખાલી થાય તેમછતાં તેમાં સળ પડી જવાનું જોખમ રહે છે.

ઈન્ફેક્શનનું જોખમઃ

લાંબા સમય સુધી પેશાબ અટકાવી રાખવાની ટેવને કારણે ઈન્ફેક્શનનું જોખમ સૌથી વધુ રહે છે. યુરોલોજી કેર ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, લોકોએ લાંબા સમય સુધી પેશાબ અટકાવી રાખવાનું ટાળવું જોઇએ, અન્યથા તેને કારણે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI) થઈ શકે છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

તમને UTI ઈન્ફેક્શન થયું છે કે નહીં એ કેવી રીતે જાણી શકાય?

આ માટે સાત લક્ષણો છે જેના ઉપર ધ્યાન આપવું જોઇએ.

UTI ઈન્ફ્કેશન થયું હોય તોઃ-
– પેશાબ દરમિયાન બળતરા અથવા કંઈક ભોંકાતું હોય એવું લાગે.
– પેલ્વિસમાં અથવા પેટના નીચેના ભાગમાં દુખાવો થાય.
– પેશાબ જવાની વારંવાર ઈચ્છા થયા કરે.
– પેશાબની અત્યંત તીવ્ર અથવા ખરાબ ગંધ આવે.
– પેશાબનો રંગ દુધાળો અથવા રંગહીન થઈ જાય.
– સતત ડાર્ક પેશાબ આવે.
– પેશાબમાં લોહી પડે.

આવાં કોઈપણ લક્ષણ દેખાય તો તમને ઈન્ફેક્શન થયું છે એવું સ્પષ્ટ થાય અને તમારે સારવાર લેવી જોઇએ.

આ ઉપરાંત વધારે લાંબા સમય સુધી પેશાબ અટકાવી રાખવાની વારંવાર ટેવ હોય તો સ્નાયુઓને પણ નુકસાન થઈ શકે છે. એક મુખ્ય સ્નાયુ, મૂત્રમાર્ગ સ્ફિન્ક્ટર, લિકેજને રોકવા માટે મૂત્રમાર્ગને બંધ રાખવામાં મદદ કરે છે.

આ સ્નાયુને નુકસાન પેશાબની અસંયમ તરફ દોરી શકે છે. કેગલ્સ જેવી પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ કરવાથી આ સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ મળી શકે છે

વળી જે લોકોને કિડનીમાં પથરીની તકલીફ હોય તેમના માટે તો પેશાબ લાંબો સમય અટકાવવાનું વધારે નુકસાનકારક સાબિત થઈ શકે કેમ કે સ્થગિત રહેલા પેશાબને કારણે પથરી બનતી હોય છે. પેશાબમાં કુદરતી રીતે જ યુરિક એસિડ તથા કેલ્સિયમ ઓક્સાલેટ હોય છે જેમાંથી પથરીનું નિર્માણ થાય છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment