દૂધ અને મખાના બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ બંનેને એકસાથે ઉકાળીને ખાવામાં આવે ત્યારે તેમના ફાયદા અનેક ગણા વધી જાય છે.
જેના સેવનથી તમારુ સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને રાત્રે સૂતા પહેલા તેને પીવાથી તમને અનેક ફાયદા થાય છે. આજે અમે તમને દૂધ અને મખાનાને રાત્રે સૂતા પહેલા સેવન કરવાથી કયા ફાયદા થાય છે તે જણાવીશું.

ગાઢ ઊંઘ
- દૂધ અને મખાના ગાઢ ઊંઘ માટે જરૂરી મેલાટોનિન હોર્મોનને વધારે છે.
- રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરવાથી અનિદ્રા અને બેચેનીમાં રાહત મળે છે.
મજબૂત હાડકાં
દૂધ કેલ્શિયમનો સારો સ્ત્રોત હોય છે, જ્યારે મખાનામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. જેથી આ મિક્સ હાડકાંને મજબૂત બનાવે છે અને સાંધાનો દુખાવો ઘટાડે છે.
પાચનતંત્ર
મખાનામાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સુધારે છે. તેને દૂધમાં ભેળવીને પીવાથી પેટ સાફ રહે છે અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળે છે.
ત્વચા અને વાળ
મખાના અને દૂધમાં રહેલા પ્રોટીન, એન્ટીઑકિસડન્ટ અને વિટામિન ત્વચાને ચમકદાર બનાવે છે અને વાળના મૂળને પણ મજબૂત બનાવે છે. તેના નિયમિત સેવનથી કરચલીઓ અને વાળ ખરવાનું પ્રમાણ ઘટે છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
બ્લડ સુગર
મખાનામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેને દૂધમાં ભેળવીને પીવાથી ખાંડનું લેવલ બેલેન્સ્ડ રહે છે.
વજન ઘટાડો
મખાનામાં કેલરી ઓછી અને ફાઇબર વધુ હોય છે, જે ભૂખને કંટ્રોલ કરે છે. તેને દૂધમાં ઉકાળીને પીવાથી પેટ ભરેલું રહે છે અને બિનજરૂરી ખાવાની ઇચ્છા નથી થતી. ગળું છોલાઇ ગયું, તો નાક વારંવાર બંધ થઈ જાય છે, તો આ પ્રકારની ચા પીવાનું શરૂ કરો, પછી જુઓ
હાર્ટ હેલ્થ
દૂધ અને મખાનાનું મિશ્રણ કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તે બ્લડ પ્રેશર સંતુલિત રાખે છે. અને આ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
કેવી રીતે તૈયાર કરવું આ પીણું?
- એક ગ્લાસ દૂધ લઈને તેને ધીમા તાપે ગરમ કરો
- તેમાં 8-10 મખાનાના બીજ ઉમેરો અને 5-7 મિનિટ સુધી ઉકાળો.
- જો તમે ઈચ્છો તો સ્વાદ માટે થોડું મધ અથવા ગોળ ઉમેરી શકો છો.
- આ મિશ્રણ થોડું હૂંફાળું હોય ત્યારે પી લો.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.