ફટકડીમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી 70 વર્ષે પણ સ્કિન રહેશે ટાઇટ, કરચલી પણ નહીં પડે!

WhatsApp Group Join Now

ફટકડીનો ઉપયોગ લગભગ દરેક લોકોના ઘરમાં થતો હોય છે. સામાન્ય રીતે મોટાભાગના લોકોના ઘરે ફટકડી હોય છે. ફટકડી સ્કિન માટે અનેક રીતે ગુણકારી છે. આમ, વાત કરવામાં આવે તો ઉંમર વધતા સ્કિન પર કરચલીઓ પડવા લાગે છે.

આ સાથે સ્કિન ઢીલી પણ પડવા લાગે છે. સ્કિનને લગતી દરેક સમસ્યાઓ દૂર કરવા માટે ફટકડી તમને કામમાં આવી શકે છે. ફટકડી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર હોય છે. તો જાણો ફટકડીનો એક ટુકડો સ્કિન પર કેવી રીતે એપ્લાય કરશો.

આ રીતે ફટકડીનો ઉપયોગ કરો

ફટકડીનું પાણી

ચહેરા પર કરચલીઓ વધારે પડી ગઈ છે તો તમે ફટકડીનું પાણી લગાવી શકો છો. આ માટે સૌથી પહેલા ફટકડીનો એક ટુકડો પાણીમાં ડુબોડી દો. ત્યારબાદ આ પાણી ચહેરા પર મસાજ કરો. આ પાણીથી દરરોજ સ્કિન પર મસાજ કરશો તો કરચલીઓ દૂર થઈ જશે. આ સાથે સ્કિન ટાઈટ થશે.

ફટકડી અને ગુલાબ જળ

ફટકડી અને ગુલાબ જળ બંને મિક્સ કરીને તમે સ્કિન પર એપ્લાય કરો છો તો બેસ્ટ રિઝલ્ટ મળે છે. આ માટે ફટકડીનો પાઉડર બનાવી દો.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ત્યારબાદ આ પાઉડરમાં જરૂર મુજબ ગુલાબ જળ મિક્સ કરો. બરાબર મિક્સ કરીને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી ફેસ પાણીથી ધોઈ દો. આમ કરવાથી ડલ સ્કિન બ્રાઈટ થઈ જશે. આ સાથે સ્કિન ટાઈટ થઈ જશે.

ફટકડી અને ગ્લિસરીન

ફટકડી એન્ટી ઓક્સિડન્ટ્સથી ગુણોથી ભરપૂર હોય છે. આ સ્કિનને અંદરથી ડીપ ક્લીન કરવાનું કામ કરે છે. આ સ્કિનને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. આ માટે ફટકડીનો પાઉડર બનાવો અને એમાં ગ્લિસરીન મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 10 મિનિટ માટે રહેવા દો.

ગ્લિસરીન અને ફટકડી સ્કિનને લગતી અનેક સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. આમ, તમે સ્કિનની કેર પ્રોપર રીતે કરો છો તો વધતી ઉંમરની અસર પણ નહીં દેખાય.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment