ડ્રાઇવિંગ લાયસન્સ તથા આરસી બુકમાં આ અપડેટ કરવું ફરજિયાત બનશે…

WhatsApp Group Join Now

તમે તમારૂં રાશનકાર્ડ અને પાનકાર્ડ આધારકાર્ડ મુજબ અપડેટ કરાવી લીધું હોય તો, હવે તમારાં માટે એક નવું કામ શોધી કાઢવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં તમારે ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનની આરસી બુક પણ આધારકાર્ડ મુજબ અપડેટ કરવાના રહેશે, આ માટે નવો નિયમ આવી રહ્યો છે એમ રોડ મંત્રાલયના સેક્રેટરીએ જાહેર કર્યું છે.

યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે, ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધારકાર્ડ મુજબ જ હોવું જરૂરી છે.

ડ્રાઇવિંગ લાયસન્સધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધારકાર્ડ મુજબ કરાવવાની રહેશે એવો નિયમ લાવવા સરકાર વિચારી રહી છે.

સરકારનું કહેવું એમ છે કે, હાલમાં સરકાર પાસે રૂ. 12,000 કરોડના ઈ-ચલણ એવા પડ્યા છે જેના નાણાં વાહનધારકોએ ભર્યા નથી. આથી ગુનેગારોને કાબૂમાં રાખવા અને જે કસૂરવાર વાહનધારકો નિર્ભયતાથી ફરે છે, દંડ ભરતા નથી, તેમની પાસેથી દંડ વસૂલવા- આ નવો નિયમ લાવવામાં આવશે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

હાલમાં ઘણાં કસૂરવાર વાહનધારકો મોબાઈલ નંબર બદલાવી નાંખે છે અથવા નવું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવી લે છે, આ રીતે છટકી જતાં વાહનધારકો નવો નિયમ આવ્યા બાદ બચી શકશે નહીં.

WhatsApp Group Join Now

Leave a Comment