હવે આધાર કાર્ડ સરકારી હેતુઓ માટે ઓળખ કાર્ડ તરીકે પૂરતું છે. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં આધાર કાર્ડમાં આ ફેરફાર કરવો ફરજિયાત રહેશે.
સમાચાર અનુસાર, ફેબ્રુઆરીની અંદર તમારા આધાર કાર્ડની તમામ માહિતી અપડેટ કરવી જરૂરી છે. તમારે તમારા આધાર કાર્ડમાં એડ્રેસ અને ફોટો અપડેટ કરવાનો રહેશે. અન્યથા KYC પ્રક્રિયામાં સમસ્યા આવી શકે છે.

હાલમાં કોઈપણ બેંકિંગ કામ માટે આધાર કાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં, તમારે તમારું સરનામું અપડેટ કરવું પડશે. આધાર કાર્ડમાં એડ્રેસ કેવી રીતે અપડેટ કરવું તે જાણવું પણ જરૂરી છે, જેથી તમે તેને સરળતાથી અપડેટ કરી શકો.
આધાર કાર્ડ અપડેટ કરવા માટે સૌથી પહેલા તમે નજીકના આધાર કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. આ સિવાય UIDAI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને તમારો આધાર નંબર દાખલ કરો.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. આ OTP દાખલ કરતાની સાથે જ એડ્રેસ અપડેટ કરવાનું પેજ ખુલશે.
સરનામું અપડેટ કરવા માટે, યોગ્ય દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે અને નિયત ફી ચૂકવવાની રહેશે. આ પછી તમારું સરનામું સફળતાપૂર્વક અપડેટ થઈ જશે.