શારીરેક સંબંધો બાંધવા એ કુદરતની અણમોલ દેન છે. તેના દ્વારા જ સંસાર ચક્ર ફરે છે અને તેની પર પ્રતિબંધ વાત કરવી પાગલપનની હદ કહેવાય છે. એક અમેરિકી સાંસદ કુદરતી ઈચ્છા વિરૃદ્ધ મેદાને પડ્યાં છે. એક અમેરિકી સાંસદે તો હદ વટાવી દીધી.
મિસિસિપી રાજ્યના સેનેટર બ્રેડફોર્ડ બ્લેકમોને શારીરેક સંબંધો બાંધવા અને હસ્તમૈથૂન પર પ્રતિબંધ મૂકવાની માગ કરી નાખી છે અને આ સંબંધમાં તેમણે બિલ પણ રજૂ કરી નાખ્યું છે.

મિસિસિપીના ડેમોક્રેટ સેનેટર બ્રેડફોર્ડ બ્લેકમોને સેનેટમાં એક બિલ રજૂ કર્યું છે જેમાં ગર્ભાધાનના હેતુ વગર પુરુષોને હસ્તમૈથુન કરવા અથવા અન્ય જાતીય કૃત્યોમાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ કરાઈ છે ભંગ કરનારની સામે આકરા દંડની પણ જોગવાી છે.
કયું છે બિલ?
ઉત્થાન થવાની ક્રિયામાં જ ગર્ભાધાન, બિલનું નામ આવું છે જેમાં હસ્તમૈથૂન અને શારીરેક સંબંધો બાંધવા પર પ્રતિબંધની માગ કરાઈ છે.
બિલમાં બીજું શું શું?
સેનેટરે રજૂ કરેલા બિલમાં એવું પણ જણાવાયું છે કે ગર્ભાધાન સિવાય માટે વીર્ય છોડવું પણ પ્રતિબંધિત રહેશે. આમાં પ્રતિબંધના કિસ્સામાં સજા અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત વીર્યદાન પર પ્રતિબંધની વાત કરવામાં આવી છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
બિલમાં 10 હજાર ડોલરના દંડની જોગવાઈ
બિલમાં એવી પણ જોગવાઈ છે જો કોઈ વ્યક્તિ બાળક પેદા કરવાની ઈચ્છઆ વગર શારીરેક સંબંધો બાંધવા કે હસ્તમૈથૂન કે વીર્યદાન કરતો પકડાયો તે તેની પાસેથી 10 હજાર ડોલર (ભારતીય રુપિયામાં 80 લાખ) નો દંડ વસૂલ કરવામાં આવશે.
અમેરિકાના 12 રાજ્યોમાં ગર્ભપાત પર પ્રતિબંધ
મિસિસિપી સહિત 12 રાજ્યોમાં ગર્ભપાત પર સંપૂર્ણ અથવા લગભગ સંપૂર્ણ પ્રતિબંધ છે, જ્યારે વધારાના છ રાજ્યો ગર્ભાવસ્થાના છ થી 12 અઠવાડિયા સુધીના ગર્ભપાત પર પ્રતિબંધ મૂકે છે.