બહુ ઓછા માતા-પિતાને એ વાતની જાણ હોય છે કે કઈ ઉંમર પછી બાળકોની પથારી અલગ કરવી જોઈએ? જો કે ઘણાં બધા પેરેન્ટ્સ એવા હોય છે જે બાળકોને લાંબા સમય સુધી એટલે કે ઉંમર વધે તો પણ પોતાની પાસે સુવડાવતા હોય છે.
તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે આમ કરવાથી બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર અસર પડી શકે છે. આ સાથે બાળક પોતે કમ્ફર્ટ પણ ફીલ કરતું નથી. આમ, તમે આ વાતને લઈને મુંઝવણમાં છો તો જાણી લો કઈ ઉંમર પછી બાળકોની પથારી અલગ કરવી જોઈએ?

કઈ ઉંમર સુધી બાળકોને તમારી સાથે સુવડાવશો?
એક્સપર્ટ અનુસાર માતા-પિતાએ બાળકોને 6 મહિનાની ઉંમર સુધી પોતાની પાસે સુવડાવવું જોઈએ. જ્યારે કેટલાકનું માનવું છે કે 2 વર્ષની ઉંમર તેમજ એના કરતા પણ વધારે સમય સુધી સાથે સૂવડાવવું જોઈએ.
જાણો કો-સ્લીપિંગ કેટલા પ્રકારની હોય છે?
બેડ શેરિંગ
આ સ્લીપિંગમાં માતા-પિતા અને બાળક એક જ પથારીમાં સૂવે છે.
રૂમ શેરિંગ
આ સ્લીપિંગમાં રૂમ એક હોય છે, પરંતુ પથારી અલગ.
અટેચ્ડ
આ સ્લીપિંગમાં બાળકોની પથારી માતા-પિતા કરતા અલગ હોય છે.
કો સ્લીપિંગના ફાયદાઓ
- કો સ્લીપિંગથી માતા-પિતા અને બાળકોની વચ્ચેના સંબંધો મજબૂત થાય છે.
- આનાથી બાળક અને માતા-પિતા એમ બંનેને ઊંઘ સારી આવે છે.
- કો સ્લીપિંગ કરવાથી બાળકની દેખરેખ રાખવી સરળ બને છે.
પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
કો સ્લીપિંગના નુકસાન
- બેડ શેરિંગ બાળકોમાં SIDS નું જોખમ વધારી શકે છે.
- કો સ્લીપિંગમાં માતા-પિતાની પર્સનલ સ્પેસ ખતમ થઈ શકે છે.
- કો સ્લીપિંગમાં બાળકોને પેરેન્ટ્સની સાથે ઊંઘવાની આદત પડી શકે છે, અને પછી નાની-મોટી અનેક સમસ્યાઓ થઈ શકે છે.
કો સ્લીપિંગમાં આ બાબતોનું ધ્યાન રાખો
- તમે બાળકોને સાથે સૂવડાવો છો તો ખાસ એ ધ્યાન રાખો કે પલંગમાંથી પડે નહીં.
- તમે શરાબનું સેવન કરો છો તો બાળકને સાથે સુવડાવશો નહીં.
- તમારું બાળક પ્રીમેચ્યોર છે તો બેડ શેરિંગ કરશો નહીં.
અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.