Fitness Tips: ડાયટિંગ અને જીમ વગર પણ ઘટાડી શકાય છે વજન, બસ ફોલો કરો આ 5 ટિપ્સ…

WhatsApp Group Join Now

ફિટ રહેવા અને વજન ઘટાડવા માટે લોકો સવારે વહેલા ઉઠીને અનેક પ્રકારની કસરત કરતા જોવા મળે છે અને જીમમાં જઇને વજન ઓછુ કરવાનો અથાક પ્રયત્ન કરતા હોય છે. એટલુ જ નહીં ભારે વર્કઆઉટની સાથે સાથે ડાયટીંગ પણ કરતા જોવા મળે છે.

જો તમારી રુટીન લાઇફ સ્ટાઇલ જ ખરાબ હશે તો તમે કેટલો પણ પ્રયત્ન કરશો તો પણ વજન ઘટશે નહીં. એવામાં તમે તમારા ખાણીપીણી પર શું વિશેષ ધ્યાન રાખી શકો છો ચાલો જાણીએ.

તમારા આરોગ્યમાં સુધારો થશે

ફિટ રહેવા માટે હંમેશા વર્કઆઉટ જ જરૂરી નથી હોતો, પણ નિયમિતપણે એક્ટિવ રહેવાથી તમારા આરોગ્યમાં સુધારો થઈ શકે છે, પરંતુ જો તમે કસરત કરવા માંગતા ન હોય, તો પણ તમે કેટલીક સરળ ટેકનિકનો ઉપયોગ કરીને ફિટ રહી શકો છો. તમે આવી કેટલીક પદ્ધતિઓનો રોજ ઉપયોગ કરી શકો છો.

સંતુલિત આહાર પર ધ્યાન આપો

હેલ્ધી ખોરાક ફિટ રહેવા માટે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારા આહારમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી, વિટામિનનો અને મિનરલ્સનો ઉમેરો કરશો તો તમને તેમાથી ઘણો ફાયદો થશે. આ ઉપરાંત તાજા ફળો, શાકભાજી, આખુ અનાજ અને હેલ્ધી ફેટ વાળી વસ્તુઓ વજન ઓછુ કરવા કારગર સાબિત થશે.

પાણીનો વધુ ઉપયોગ કરો

પાણી સૌથી અગત્ય છે, જેટલુ શક્ય બને એટલુ તમારી જાતને હાઇડ્રેટ રાખો, પાણી શરીરના તાપમાનને નિયંત્રણ કરે છે તેમજ પાણી પાચન ક્રિયા અને ચામડીને હાઇડ્રેટ કરવામાં પણ મદદરૂપ થાય છે. રોજ 8થી 10 ગ્લાસ પાણી પીવાથી શરીરમાંથી ઝેરી પર્દાથ દૂર થાય છે.

તમારી જાતને એક્ટિવ રાખો

તમે તમારી જાતને જેટલી એક્ટિવ રાખશો તેટલો જ ફાયદો તમને થવાનો છે. કસરત કર્યા વગર પણ તમે એક્ટિવ રહી શકો છો, જેમ કે ઘરકામ કરવું, કપડા અને વાસણ ધોવા જેવી ક્રિયાઓમાં પણ તમારી હળવી કસરત થઇ જતી હોય છે. આ બધી ક્રિયાઓ કરવાથી તમારી કેલરી બર્ન થાય છે અને સ્નાયુઓ પણ મજબુત થાય છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

યોગ અને ધ્યાન

યોગ અને ધ્યાન કરવાથી માનસિક અને શારીરીક સ્વાસ્થને સારૂ બનાવામાં મદદરૂપ થાય છે. યોગ દ્વારા તમે વધારે એક્ટિવ થઇ શકો છો, યોગ કરીને તમે માનસિક શાંતિ મેળવી શકો છો તથા યોગ અને ધ્યાનથી શરીરને ફાયદો થાય છે.

સારા સ્વાસ્થ માટે પૂરતી ઉંઘ લો

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પૂરતી ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે. 7-8 કલાકની ઉંઘ શરીરને માત્ર તંદુરસ્ત જ નહીં પણ તમારા ચયાપચનની ક્રિયામાં પણ સુધારો કરે છે.

તે વજનને નિયંત્રિત કરવામાં મદદ રૂપ સાબિત થાય છે, પૂરતી ઉંઘ ન કરવાને કારણે રોગપ્રતિકારક શક્તિને નબળી બની શકે છે અને શારીરિક થાક પણ વધારી શકે છે. જેની સીધી અસર તમારા વજન પર પણ પડતી હોય છે એટલા જ માટે પૂરતી ઉંઘ લેવી ખુબ જ જરૂરી છે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment