દર્દીઓ માટે મોટા સમાચાર! ભવિષ્યમાં ડાયાબિટીસનું નામોનિશાન ખતમ થઈ જશે, સ્ટડીમાં મળી મોટી સફળતા…

WhatsApp Group Join Now

રિસર્ચર્સે સ્ટડીમાં શોધી કાઢ્યું છે કે, શરીરના કોષો માટે ઉર્જા ઉત્પન્ન કરતા માઇટોકોન્ડ્રિયા ડાયાબિટીસની સારવાર માટે ચાવીરૂપ છે. ડાયાબિટીસ ટાઈપ 2 જેવી બીમારીઓનો સંબંધ કોષોની અંદર રહેલ “માઇટોકોન્ડ્રિયા”માં ખરાબીથી થાય છે.

આ બીમારીથી પીડિત દર્દીઓ પૂરતી માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે અથવા બ્લડ સુગરને સામાન્ય સ્તર પર બનાવી રાખવા માટે પોતાના સ્વાદુપિંડ દ્વારા ઉત્પાદિત ઇન્સ્યુલિનનો ઉપયોગ કરી શકતા નથી.

ઉંદરો પર કરવામાં આવ્યો પ્રયોગ

કેટલીક સ્ટડીઝમાં જાણવા મળ્યું છે કે, ડાયાબિટીસના દર્દીઓના ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા સ્વાદુપિંડના કોષોમાં માઈટોકોન્ડ્રિયા અસામાન્ય હોય છે અને તે ઊર્જા ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે. જો કે, આ સ્ટડી સ્પષ્ટ કરવામાં અસમર્થ રહી છે કે, કોષો આ રીતે કેમ વર્તે કેમ કરે છે.

સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં યુનિવર્સિટી ઓફ મિશિગન (University of Michigan)ના રિસર્ચર્સે ઉંદર પર પ્રયોગ કરીને દર્શાવ્યું કે સારી રીતે કામ ન કરનારા માઈટોકોન્ડ્રિયા એક એવી પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે, જે આ કોષોની પરિપક્વતા અને કાર્યને પ્રભાવિત કરે છે.

શું કહે છે રિસર્ચર્સ?

ઈન્ટરનલ મેડિસિનના રિસર્ચ પ્રોફેસર અને સ્ટડીની પહેલી લેખિકા એમિસી એમ વોકરે કહ્યું કે, “અમે એ નક્કી કરવા માગતા હતા કે યોગ્ય માઇટોકોન્ડ્રિયલ ફંક્શનને બનાવી રાખવા માટે કયા માર્ગો મહત્વપૂર્ણ છે.”

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

ટીમે ત્રણ ઘટકોને નુકસાન પહોંચાડ્યું જે માઇટોકોન્ડ્રિયાના કાર્ય માટે જરૂરી છે: તેમના ડીએનએ, ક્ષતિગ્રસ્ત મિટોકોન્ડ્રિયાથી છુટકારો મેળવવા માટે વપરાતો એક માર્ગ અને એક જે કોષમાં માઈટોકોન્ડ્રિયાના તંદુરસ્ત પૂલને જાળવી રાખે છે.

ડાયાબિટીસનું સમાધાન

વોકરે કહ્યુ કે, “ત્રણેય સ્થિતિમાં શરીરમાં એક જ પ્રકારની તનાવ પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે. તેના કારણે સ્વાદુપિંડના કોષો અપરિપક્વ બનાવી દીધા, જેનાથી તે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતા નથી અને આખરે સ્વાદુપિંડના કોષો અસ્તિત્વમાં રહી નહીં.

અમારા પરિણામોમાં જાણવા મળ્યું કે માઈટોકોન્ડ્રિયા સેલ ન્યુક્લિયસને સિગ્નલ મોકલી શકે છે અને કોષની કાર્ય કરવાની રીત બદલી શકે છે,” સંશોકર્તાઓએ માનવ સ્વાદુપિંડના આઇલેટ કોષોમાં તેમના તારણોની પુષ્ટિ પણ કરી.

સ્વાદુપિંડના કોષોનું નષ્ટ થવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું સીધું કારણ છે. આ અભ્યાસથી અમને સમજવામાં મળી છે કે, આ કેવી રીતે થાય છે અને આ સમસ્યાનું સમાધાન કેવી રીતે શોધી શકાય છે.

ટીમ તે સેલ્યુલર માર્ગોનું વધુ વિશ્લેષણ કરવા માટે કામ કરી રહી છે જે વિક્ષેપિત છે, અને તેમને ઉમ્મીદ છે કે તેઓ ડાયાબિટીસના દર્દીઓના સેલ સેમ્પલમાં તેમના પરિણામોની નકલ કરી શકશે.

અસ્વીકરણ:
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે. તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતો અલગ-અલગ હોઈ શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.

WhatsApp Group Join Now

Leave a Comment