Rubber Board Recruitment 2025: રબર બોર્ડ વિભાગમાં ફીલ્ડ ઓફીસરની ભરતી, અહીં વાંચો સંપુર્ણ માહિતી…

WhatsApp Group Join Now

કેન્દ્ર સરકારની નોકરી મેળવવા માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે નોકરીના સાચા સમાચાર આવી ગયા છે. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા અંતર્ગત આવતા રબર બોર્ડ દ્વારા ફીલ્ડ ઓફિસરની ભરતી બહાર પાડી છે.

રબર બોર્ડે 40 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ માટે અરજી પ્રક્રિયા 28 જાન્યુઆરીથી શરુ થઈ ગઈ છે.

રબર બોર્ડ ભરતી અંતર્ગત ફીલ્ડ ઓફિસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

રબર બોર્ડ ભરતીની મહત્વની માહિતી

સંસ્થારબર બોર્ડ
પોસ્ટફીલ્ડ ઓફિસર
જગ્યા40
વય મર્યાદા21થી 30 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ10 માર્ચ 2025
ક્યાં અરજી કરવીhttps://recruitments.rubberboard.org.in/

રબર બોર્ડ ભરતી પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
સામાન્ય27
અન્ય પછાત વર્ગ5
અનુસૂચિત જાતિ2
અનુસૂચિ જનજાતિ2
આર્થિક રીતે નબળા વર્ગો4
કુલ40

રબર બોર્ડ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કૃષિમાં સ્નાતક અથવા વનસ્પતિશાસ્ત્રમાં માસ્ટર્સ ડિગ્રી કરેલી હોવી જોઈએ.

અરજી ફી

અરજી ફી અંગે વાત કરીએ તો UR, OBC, EWS (પુરુષ) માટે અરજી ફી ₹1,000 ચૂકવવાની રહેશે જ્યારે SC/ST (પુરુષ) અને તમામ સ્ત્રી ઉમેદવારો માટે મુક્તિ અપાઈ છે.

પગાર ધોરણ

આ પોસ્ટ પર પસંદ પામેલા ઉમેદમવારોને પગાર તરીકે ₹9,300 – ₹34,800 + ગ્રેડ પે ₹4,200 + DA, HRA અને અન્ય લાભો મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

વ્યક્તિની ઉંમર 01 જાન્યુઆરી, 2025 ના રોજ 21 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. OBC-NCL માટે 3 વર્ષ અને SC/ST માટે 5 વર્ષ માટે ઉપરની ઉંમરમાં છૂટછાટ લાગુ છે.

પોસ્ટ ઓફિસની યોજના: વાર્ષિક રૂ. 399 રોકાણ પર મળશે રૂ. 10 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?

રબર બોર્ડ ફિલ્ડ ઓફિસર પસંદગી પ્રક્રિયા

રબર બોર્ડ હેઠળ ફિલ્ડ ઓફિસર્સની ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં બહુવિધ તબક્કાઓનો સમાવેશ થાય છે, જે લેખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી છે. પ્રથમ તબક્કો માર્ચ/એપ્રિલ 2025માં સંચાલિત થવાની સંભાવના છે, જે પછી બીજા તબક્કાનું સંભવતઃ જૂન અથવા જુલાઈ 2025માં કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ પહેલા rubberboard.org.in વેબસાઈટની મુલાકાત લેવી
  • ત્યારબાદ રિક્રૂટમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવું
  • અહીં ભરતીની માંગેલી માહિતી ભરવી
  • જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરવા અને ફાઇનલ સબમીટ કરવી
  • પ્રીન્ટ આઉટ કાઢી લેવી

ઉમેદવારોને સૂચન છે કે રબર બોર્ડ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

WhatsApp Group Join Now

Leave a Comment